
૧૭ – એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
ભચાઉ કચ્છ :- ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એ.બી.પટેલ નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળેલ કે નરપતસિંહ નટુભા જાડેજા રહે નવી ભચાઉ વાળો લપસીયા સીમ વિસ્તારમાં આવેલ પોતાના કબ્જાની વાડીમાં આવેલ ભુંગામાં બહારથી જુગારના ખેલીઓ બોલાવી પોતાના આર્થિક ફાયદા સારૂ તીનપત્તીનો ગે.કા.નો જુગાર રમી રમાડે છે અને હાલે જુગારની રમત ચાલુ છે.જે બાતમી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબના આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડેલા આરોપીઓ :-(૧) નરપતસિંહ નટુભા જાડેજા (ઉ.વ ૬૦) રહે નવી ભચાઉ,(૨) સુરેશભાઇ રાજાભાઇ પ્રજાપતિ (ઉ.વ ૩૯) રહે શેરી નં-૧૧ ભવાનીપર ભચાઉ,(૩) દિલીપભાઇ વશરામભાઇ વાઘેલા (ઉ.વ ૪૫) રહે ભવાનીપર ભચાઉ,(૪) પ્રદિપભાઇ હરીભાઇ પ્રજાપતિ (ઉ.વ ૩૪) રહે શેરી નં-૦૮ ભવાનીપર ભચાઉ,(૫) શિવજીભાઇ નાનજીભાઇ પ્રજાપતિ (ઉ.વ ૫૦) રહે શેરી નં-૦૫ ભવાનીપર ભચાઉ,(૬) મહેશભાઇ રત્નાભાઇ ચૌહાણ(ઉ.વ.૫૫) રહે.મકાન નં ૧૮ ટાટા નગર ભચાઉ.આરોપી ઓ પાસેથી કબ્જે કરેલ મુદામાલ :-(૧) રોકડા રૂપિયા- ૧૪૮૬૦૦/-(૨) મોબાઇલ ફોન નંગ-૦૬ કી.રૂ. ૫૦૫૦૦/- (૩) વાહનો નંગ-૦૪ કી.રૂ ૭૭૫૦૦૦/- (૪) ગંજીપાના નંગ-૫૨ કી.રૂ.૦૦/૦૦,એમ કુલે કી.રૂ. ૯૭૪૧૦૦/-સાથે આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૪,૫ મુજબ ધોરણસરની કાર્યવાહી કરેલ.
આ કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એ.બી.પટેલ તથા પો.સબ.ઇન્સ એન.પી.ગૌસ્વામી તથા ભચાઉ સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.








