મોટા અંગિયા ગામે બાલિકા પંચાયત દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રંગોળી અને કેન્ડલ માર્ચ સહિતના કાર્યક્રમ યોજાયા.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-05 મે : લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં દરેક મતદાર મતદાન કરી પોતાની પવિત્ર ફરજ નિભાવે તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ગામની બાલિકાઓ દ્વારા આકર્ષક રંગોળી અને સાંજે કેન્ડલ માર્ચ જેવા કાર્યક્રમો યોજાયા હતા.ગામની બાલિકાઓ દ્વારા મહિલાઓ અને વડીલોને મતદાન કરવા સમજ આપવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી અવનીબેન દવેના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલા કાર્યક્રમમાં ફોરમબેન વ્યાસ દ્વારા મતદાતાની ફરજો અંગેની સમજ આપવામાં આવી હતી.આ પ્રસંગે સરપંચશ્રી ઇકબાલ ઘાંચી અને ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા ગામમાં ૧૦૦ ટકા મતદાન કરવા આહવાન કરવામાં આવ્યું હતુંઆ પ્રસંગે ગ્રામ પંચાયતના સભ્યો જસીબેન રબારી, ફાતિમાબેન, પાર્વતીબેન, શંકરનાથ, દિપક ગોર, તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતાં. બાલિકા પંચાયતના સરપંચ મુકતા નાથબાવા તેમજ બાલિકા પંચાયતના સભ્યોએ કાર્યક્રમનું આયોજન અને સંચાલન કર્યું હતું.









