BHUJKUTCH

શિક્ષિકાઓની બોક્ષ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આશાપુરા રિટર્નસ ટીમ વિજેતા

૧૩ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :-ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા શક્તિપર્વ નિમિતે મહિલા બોક્ષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ભુજના ગોકુળ ગ્રીન્સ મેદાન ખાતે પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા , મહામંત્રી મેહુલ જોશી , કોષાઘ્યક્ષ કાંતિભાઈ સુથાર, મહિલા સમિતિ અધ્યક્ષ વિલાસબા જાડેજા અને સિ. અધ્યક્ષ ઊર્મિલાબેન ગોર ,ઉપાધ્યક્ષ મીનાક્ષીબેન ચૌહાણ વગેરેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં ભુજ તાલુકામાં ફરજ બજાવતી શિક્ષિકાઓની કુલ 11 ટીમો એ ભાગ લીધો હતો. .બહોળી સંખ્યામાં શિક્ષિકા બહેનોની હાજરીમાં ફાઇનલ મુકાબલો આશાપુરા રિટર્નસ અને રેઈન્બો સ્ટાર , કોટડા વચ્ચે થયો હતો. જેમાં આશાપુરા રિટર્ન્સ ચેમ્પિયન બની હતી. બોક્ષ ક્રિકેટનું આયોજન મહિલા સમિતિના પુષ્પાબેન વરસાણી ,મીનાક્ષીબેન ચૌહાણ, રક્ષાબા જાડેજા, રચનાબેન વણોલ સહિતનાઓએ કર્યું હતું. આયોજનને જિલ્લા પ્રમુખ નયનસિંહ જાડેજા એ શુભેચ્છઓ પાઠવી હતી. રાજ્યસંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા ,ભાવેશ મોતા,વસંત પટેલ વગેરે ખાસ ઉપસ્થિત રહી બહેનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ટુર્નામેન્ટને સફળ બનાવવા જ્યેન્દ્રસિંહ ઝાલા,મયુરસિંહ જાડેજા,અનિરુદ્ધ સિંહ જાડેજા,અનિલ રૂપારેલ, જય ચનીયારા,ઉત્તમ મોતા, નિલેશ અજાણી,હાર્દિક ત્રિપાઠી,ધવલ ગોર,પ્રવિણસિંહ ભાટી અને મહિલા સમિતિ ના પ્રતિનિધિ બહેનોએ જહેમત ઊઠાવી હતી.

[wptube id="1252022"]
Back to top button