૨૫ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
ભુજ કચ્છ :- ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુ.રા. સંયુક્ત કર્મચારી મોરચો અને ગુ.રા.પ્રા.શિ.સંઘ દ્વારા રાજ્યના કર્મચારીઓના પડતર પ્રશ્નો સંદર્ભે આંદોલન કાર્યક્રમ કરવામાં આવેલ. સદર પ્રશ્નોના ઉકેલ માટે સરકારશ્રી દ્વારા પાંચ મંત્રીશ્રીઓની કમિટિ બનાવી પડતર પ્રશ્નોના ઉકેલના સમાધાન માટે તા.૧૬/૯/૨૦૨૨ના રોજ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૧૩ થી ૧૪ જેટલા પ્રશ્નો સરકારશ્રી દ્વારા ઉકેલવામાં આવ્યા અને ૩ થી ૪ પ્રશ્નોના પરિપત્રો સિવાય બાકીના પ્રશ્નોના પરિપત્રો પણ કરવામાં આવ્યા. જો કે મુખ્ય પ્રશ્ન તા.૧/૪/૨૦૦૫ પછી ભરતી થયેલા જુની પેન્શન યોજનામાં સમાવવાનો હતો. જે તે સમયે થયેલ સમાધાન મુજબના પ્રશ્નોના પરિપત્રો કરવાના બાકી છે. જેના સત્વરે ઠરાવ – પરિપત્રો થાય એવી માંગ કરાઇ છે. જેમાં તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલાં ભરતી થયેલ કર્મચારીઓ હાલ નવી પેન્શન યોજનામાં છે તેમને જુની પેન્શન યોજનામાં સમાવવા , તા.૦૧/૦૪/૨૦૦૫ પછી ભરતી થયેલા કર્મચારીઓને સી.પી.એફ.માં સરકારશ્રી દ્વારા ૧૦%ને બદલે ૧૪% ફાળો ઉમેરવા, તા.૨૭/૦૪/૨૦૧૧ પહેલાં ભરતી થયેલ પ્રાથમિક શિક્ષકોને નિવૃત્ત થયેલ શિક્ષકોની સંખ્યા મુજબ પુરા પગારમાં સમાવવા, સરકારશ્રી સાથે થયેલ ચર્ચા મુજબ પેપ૨-૪ અંગ્રેજી વિષય સાથે રદ કરવાની સહમતી સધાઈ હતી. જ્યારે થયેલા ઠરાવમાં પેપ૨-૪ યથાવત રાખેલ છે અને ગુજરાતી વિષયમાં અંગ્રેજીવિષયને આવરી લેવામાં આવ્યો છે જે થયેલ સહમતી મુજબ યોગ્ય જણાતું નથી. આથી અંગ્રેજી વિષયની સાથે સાથે પેપર-૪ જ રદ કરવા માંગ કરાઇ છે.કર્મચારીઓના પડતર પ્રશ્નોના સમાધાનને ઘણો સમય વિતી ગયેલ હોઈ ઉપર મુજબના બાકી ૪ પ્રશ્નોના ઠરાવો-પરિપત્રો ખૂબ ઝડપથી કરવામાં આવે તેવી માંગણી ગુજરાત રાજ્ય સયુંકત કર્મચારી મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી કિરીટસિંહ ચાવડા , રાજ્ય સંઘના મહામંત્રી સતિષ પટેલ, તલાટી મંડળના પ્રમુખ પંકજ મોદી, ઉચ્ચતર માધ્યમિક સંઘના પ્રમુખ ભરત પટેલ તથા કર્મચારી મહામંડળના મહામંત્રી ભરત ચૌધરી દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પૂર્વ શિક્ષણમંત્રી અને તત્કાલિન કમિટીના અધ્યક્ષ જીતુ વાઘાણીને રૂબરૂ મળી માંગ કરાઇ છે તેવું કચ્છ જિલ્લા સયુંકત કર્મચારી મોરચાના મિડીયા કન્વિનર હરિસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.







