
28-ઓગષ્ટ.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – લખપત કચ્છ
લખપત :- લખપત તાલુકાનાં પવિત્ર યાત્રાધામ કોટેશ્વર – નારાયણ સરોવર પાસેના વ્યુઆત્મક લક્કીનાળા ખાતે ફરજ બજાવતા BSF ના જવાનો સાથે રક્ષાબંધન ના પર્વની ઉજવણી માટે સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા આજે ‘સાંસદ સરહદ રક્ષાબંધન ઉત્સવ’ અંતર્ગત આયોજન કરવામાં આવેલ.સાંસદ સરહદ રક્ષાબંધન ઉત્સવ’ ની ઉજવણી ના ભાગરૂપે સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા નવચેતન અંધજન મંડળ – માધાપર સંચાલિત દિવ્યાંગ બાલિકાઓ પોતાના સ્વહસ્તે બનાવેલ રાખડીઓ સરહદના સંત્રીઓ, દેશની રક્ષા કાજે દિવસ-રાત અવિરત સમર્પિત ભારતીય સેના ના વીર જવાનો ને રાખડી બાંધી તેમની દિર્ધાયું – સ્વાસ્થ્ય ની ખેવના કરી હતી તેમની સાથે ભાજપા મહિલા મોર્ચાનાં બહેનો, માધાપર પટેલ જ્ઞાતિ મંડળની બહેનોએ પણ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ડી.આઈ.જી અનંત સિંઘજી BSF, શ્રી સુરેસ બહાદુરસિંહ (જલ સીમા સુરક્ષા બળ) પોસ્ટના સૌ જવાનો, અબડાસા ના ધારાસભ્યશ્રી પદ્યુમનસિંહ જાડેજા, કચ્છ જીલ્લાના ભાજપ મહિલા મોર્ચાના પ્રમુખ શ્રીમતી ગોદાવરીબેન ઠક્કર, મહિલા મોર્ચા નાં બહેનો, ઝીણાભાઈ દબાસીયા, વિનોદભાઇ સોલંકી, હિમાંશુ ભાઈ સોમપુરા, દામજીભાઈ ઓઝા, ખીમજીભાઇ વેકરીયા, પ્રવીણભાઈ ખોખાણી, રિમાબેન ભાટીયા, શ્રી નવચેતન અંધજન મંડળ, માધાપર સંસ્થા નાં હોદેદારો, અબડાસા – લખપત ભાજપના સદસ્યો, સમસ્ત આયોજનમાં સહભાગી બન્યા હતા. સાંસદશ્રી તરફથી શાલ અને સાફો પધારેલ મહેમાનો હસ્તે પહેરાવી જવાનોનું સન્માન અને સાંસદશ્રી તરફથી જવાનો હસ્તે નાની બાલિકાઓને હાઇ જેનિક કીટ આપવામાં આવેલ.








