કચ્છ જિલ્લાની તાલુકાકક્ષાની ૧૧ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ૧૩ જુન સુધી પ્રવેશ પ્રક્રિયા યોજાશે.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-ગાંધીધામ કચ્છ.
ગાંધીધામ,તા-22મે : ગાંધીધામ આઇ.ટી.આઇ સહિતની કચ્છ જિલ્લાની તાલુકાકક્ષાની ૧૧ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ માટે ૧૩ જુન સુધી પ્રવેશ પ્રક્રિયા યોજાશે. જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ દ્વારા વિવિધ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમની તાલીમ અપાય છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ એનસીવીટી અને જીસીવીટી સર્ટિફિકેટ મેળવીને સરકારી નોકરી, ખાનગી કંપનીમાં નોકરી મેળવી શકાય છે. આઇ.ટી.આઇ કરેલા તાલીમાર્થીઓને અગ્નિવીર જેવી યોજનામાં વધારાના માર્કસમાં આપવામાં આવે છે. ધો.૧૦ પછી બે વર્ષનો કોર્ષ કરેલા તાલીમાર્થીઓ ધોરણ ૧૨ની અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરી ધોરણ ૧૨ પાસ સમકક્ષ સર્ટિફિકેટ મેળવી શકે છે. પ્રવેશ ઇચ્છુક તમામ ઉમેદવારો ઔદ્યોગિક તાલીમ સંસ્થાની રૂબરૂ મુલાકાત લઇ એડમિશન અંગેની પ્રક્રિયા કરી લેવા આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ગાંધીધામની અખબારીયાદીમાં જણાવાયું છે.







