
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ક્યાંક વરસાદ તો ક્યાંક કરા, જિલ્લામાં ભારે પવન સાથે ભિલોડા,મેઘરજ તાલુકામાં વરસાદી ઝાપટું, ધૂરની ડમરીઓ ઉડી

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગામી ત્રણ દિવસમાં અરવલ્લી સહીત કેટલાય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે બપોરના સમયે અચાનક અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો જેને પગલે અરવલ્લી જિલ્લામાં પણ હવામાન વિભાગની અગાહીની અસર જોવા મળી હતી વાદળછાયા વાતાવરણ સાથે ભારે પવન ફૂંકાયો હતો પવનની સાથે ધૂરની ડમરીઓ પણ ઉડી હતી હાલ તો તા.13 થી 16 મે સુધી હવામાન વિભાગે ક મોસમી વરસાદની આગાહી કરી છે ખાસ કરીને મોડાસા,મેઘરજ, ભિલોડા સહિત જિલ્લામાં અનેક જગ્યાએ ભારે પવન ફૂંકાયો હતો અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટા બાદ કમોસમી વરસાદ પડ્યો હતો ભિલોડાના જેશીંગપુર પંથકમાં કરા સાથે માવઠું થયું હતું તો બીજી બાજુ મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં પણ પવન સાથે વરસાદી માવઠાની અસર જોવા મળી હતી શામળાજી પંથકમાં ભારે પવન ફૂંકાતા મંડપ અને મકાન ના પાતરાને નુકશાન પોહ્ચ્યું હતું હજુ પણ ત્રણ દિવસની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી છે









