BHUJKUTCH

એસ.એસ.પી.એ.હાઇસ્કૂલ નિરોણાના એન.એસ.એસ યુનિટ દ્વારા બીબર ખાતે ખાસ શિબિરનું આયોજન કરાયું

25 માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- એસ.એસ.પી.એ હાઇસ્કૂલ , નિરોણા ના એન.એસ.એસ યુનિટ દ્વારા બીબર ખાતે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. રવિભણ આશ્રમના મહંત પરમ પૂજ્ય જગજીવનદાસજી, સરપંચ શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, કરણી સેના અધ્યક્ષ માધુભા જાડેજા, બિબર ગ્રુપ પ્રાથમિક શાળા આચાર્ય શ્રી લાધુભા જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય શ્રી ડો વી.એમ.ચૌધરી સાહેબ ના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ ઓફિસર શ્રી આર વી ડાભી, વરિષ્ઠ શિક્ષક શ્રી બાબુભાઈ પરમાર, શ્રીમતી ભૂમિબેન વોરાએ આયોજન સંભાળ્યું હતું. આ પ્રસંગે બસ સ્ટેશન વિસ્તારમાં સફાઈ કાર્યમાં જિલ્લા પંચાયત કચ્છના આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી કરસનજી જાડેજાએ જોડાઈ ગામ લોકોને સફાઈ થી સ્વસ્થતાનો સંદેશ આપ્યો હતો. ભોજન પ્રસાદ ની વ્યવસ્થા રવિભાણ આશ્રમ, બિબર ખાતે કરવામાં આવેલ હતી. જ્યાં મહંત શ્રી દ્વારા એન.એસ.એસ.ના સ્વયંસેવકોને ધર્મસ્થાન અને આશ્રમ નું મહત્વ સમજાવવામાં આવેલ હતું. સ્વયંસેવકો દ્વારા પ્રાથમિક શાળામાં શિક્ષણ કાર્ય કરાવવામાં આવેલ હતું. ૨૩મી માર્ચ બલિદાન દિવસ નિમિત્તે રાષ્ટ્રવાદી વકૃત્વ, નિબંધ તેમજ ચિત્ર સ્પર્ધાઓ રાખી બાળકોને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રપ્રેમના રંગે રંગવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો. જેમાં શાળાના સૌ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. સ્પર્ધાઓ ના અંતે બાળકોને ઇનામો આપી પુરસ્કૃત કરવામાં આવેલ હતા. આ સ્પર્ધાઓના આયોજનમાં શાળાના શિક્ષક શ્રી અલ્પેશ જાની સહભાગી થયા હતા અને તેમણે તેમના વક્તવ્યમાં કન્યા કેળવણી પર ખાસ ભાર મૂક્યો હતો. વળી, પ્રાથમિક શાળામાં ડોક્ટરની મુલાકાત ગોઠવી બાળકોને મચ્છરથી ફેલાતા રોગો વિશે અને બચાવ વિશે માહિતગાર કરવામાં આવેલ હતા. આ એન.એસ.એસ શિબિરમાં સફાઈ, આરોગ્ય, શિક્ષણ, લોકજાગૃતિ, સમરસતા, કન્યા કેળવણી, સ્વયં શિસ્ત અને રાષ્ટ્રવાદ જેવા મહત્વના મુદ્દાઓને આવરી લેવામાં આવેલ હતા. જેથી આપણું રાષ્ટ્ર સ્વચ્છ, સ્વસ્થ, સમરસ, સાક્ષર બની શકે અને સાથે સાથે ભાવિ પેઢી રાષ્ટ્રવાદથી પણ સમર્થ બની શકે એવા સંકલ્પ સાથે એન.એસ.એસ. શિબિરનું આયોજન ગોઠવવામાં આવેલ હતું.

[wptube id="1252022"]
Back to top button