KUTCH

નલીયા ના સેજપાલ લોહાણા મહાજનવાડી ખાતે આંખ ના રોગો ને લગતું મેડિકલ કેમ્પમાં યોજાયો 

૧૬-જુલાઈ

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

માનવ સેવા એજ પ્રભુ સેવા.

અબડાસા કચ્છ :- નલિયા માં નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજનવાડી ખાતે યોજાયેલા આંખના રોગને લગતા મેડિકલ કેમ્પમાં લોહાણા મહાજન નાં પ્રમુખ સ્વ. સતિશ ભાઈ ઠકકર ને બે મિનિટ નું મોન પાળી ને સરૂઆત માં શ્રધ્ધાંજલિ આપવા માં આવી ત્યાર બાદ ડો. શ્રી અને પધારેલા મહેમાનો દ્વારા ગાયત્રી મંત્રના મંત્રોચ્ચારથી દિપ પ્રાગટ્ય કરી ને કેમ્પની શરૂઆત કરાઈ હતી.આજનાં કેમ્પ માં સ્થાનિક,આજુબાજુ નાં તેમજ દૂર દૂર નાં અંતરિયાળ ગામો માંથી આશરે ૮૦ જેટલા અત્યાર સુધી આવી ગયા હતા. લગ ભાગ દર પંદર દિવસે યોજાતા આ કેમ્પ માં ૧૨૫ થી ૧૫૦ જેટલા દર્દીઓ લાભ લેતા હોય છે અને ૨૫ થી વધારે દર્દીઓ નાં જુદા જુદા આંખના તમામ ઓપરેશન કરી અપાતા હોય છે.મોતિયા અને વેલ નાં ઓપરેશનો કે સી આર સી આઈ હોસ્પિટલ ભૂજ માં તદન ફ્રી કરી અપાય છે તેમજ પડદા,કીકી/ફૂલ્લા, જામર અને ત્રાંસી આંખ જેવા અન્ય મોંઘા ઓપરેશનો યુગ નિર્માણ ગાયત્રી પરિવાર પ્રેરિત ” ધન લક્ષ્મી બેન આઇયા સા.ચેરી.ટ્રસ્ટ નલિયા દ્વારા ફ્રી કરી અપાશે.આ કેમ્પ માં આંખો નાં નંબર ફ્રી કાઢીને ચશ્મા સંસ્થા તરફ થી ટોકન ચાર્જ માં આપવા માં આવશે અને ખુબજ જરૂરત મંદ ને અને તમામ વિદ્યાર્થી ઓ ને ચશ્મા સ્વ. સતિશ ભાઈ ઠકકર ની સ્મૃતિ યાદ માં ગાયત્રી પરિવાર નલિયા તરફથી તદન નિશુલ્ક અપાશે.આ કેમ્પ નાં આયોજન,વ્યવસ્થા અને પ્રચાર પ્રસારમાં હરેશ ભાઈ આઇયા, પચાંણભાઈ ગઢવી,નારાયણજી ભાઈ ઠકકર અને અબ્દુલભાઈ મેમણ નો મુખ્ય સહયોગ રહ્યો છે.આ કેમ્પ નાં આર્થિક સહયોગ માં ભાગ હંમેશ પ્રમાણે આસૂભા આશર પરિવાર નલીયા હા.વિમળાબેન આશર તરફથી રહ્યો છે.લોહાણા મહાજન નલિયા,તૃપ્તિ બેન રતનશી આશર સેવા સ્મૃતિ ટ્રસ્ટ, મામધ શેઠ મેમણ આરોગ્ય સેવા સમિતિ, પ્રજ્ઞા જ્યોત,ભાનુશાલી દેશ મહાજન,નલિયા ગ્રામ પંચાયત, વિ આર ટી આઈ,બ્રહ્મ સમાજ જેવી ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ, ઘણાં બધાં સમાજો નાં, મૂલજી ભાઈ સેજપાલ, દિનેશભાઈ ચાંદ્રા,રમેશભાઈ ભાનું શાલી,ગાયત્રી મંદિર નાં અનુરાગ શર્માજી શર્મા, રોનક છેડા ,રાજેશ જોગી અને ઘણા બધા સેવા ભાવી કાર્યકરો આવીને પોતાની જરૂરી સેવાઓ આપી રહ્યા છે.કચ્છ ગાયત્રી પરિવાર નાં શિવજીભાઇ મોઢ, સુકેતુંભાઈ રૂપારેલ એ જણાવ્યું હતું કે, મિડીયા મિત્રો કચ્છ મિત્ર,સંદેશ, વાત્સલ્યમ્ સમાચાર,દિવ્યભાસ્કર ગુજરાત સમાચાર, આશા પૂરા ચેનલ વિગેરે પણ પ્રચાર પ્રસારમાં ઉપયોગી રહ્યા છે.કે સી આર સી આઈ હોસ્પિટલ નાં મેનેજર શ્રી અરવિંદ ગોહિલ નાં માર્ગ દર્શન હેઠળ ઈશ્વરભાઈ ડામોર સહિત સંસ્થા ની ટીમ ની મહેનત લેખે લાગી રહી છે.

[wptube id="1252022"]
Back to top button