AHAVADANG

ડાંગ જિલ્લાનાં હનવતચોંડ ખાતે નવ નિર્મિત માધ્યમિક શાળાનુ ખાતમુર્હત કરાયું

મદન વૈષ્ણવ-ડાંગ
28/7/2023

ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી હસ્તકના સરકારી માધ્યમિક શાળા-હનવતચોંડના નવા મકાનનો ખાતમુર્હત કાર્યક્રમ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક  વિજયભાઇ પટેલેની ઉપસ્થિતમાં યોજાયો હતો.દરમિયાન વિજયભાઇ પટેલે શાળાના નવા મકાનનુ ખાતમુહૂર્ત કર્યું હતુ.આ નવનિર્મિત શાળાના મકાનનો લાભ ડાંગ જિલ્લાના અતંરીયાળ વિસ્તારના આદિજાતીના ધોરણ-9 થી 10મા અભ્યાસ કરતા વિધ્યાર્થીઓને મળશે.ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા સરકારી માધ્યમિક શાળા હનવતચોંડના નવા મકાન માટે રૂપિયા 2.11 કરોડની (બે કરોડ 11 લાખ)  બજેટ જોગવાઇ કરી છે. શાળાના મકાનમા ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલો માળ, તેમજ શાળા માટે જરૂરી ભૌતિક સુવિધાઓ સાથે તૈયાર કરવામા આવશે. ખાતમુહૂર્ત કાર્યક્રમમા જિલ્લા શિક્ષણ અધિકારી  વિ.ડી.દેશમુખ, શિક્ષણ વિભાગના વહિવટી અધિકારીઓ, શાળાના આચાર્યા,શિક્ષકો, ગામના વડીલ આગેવાનો, તેમજ તાલુકા રિસોર્સ પર્શન, ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ એન્જીન્યર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા…

[wptube id="1252022"]
Back to top button