
આજનો દિવસ એટલે કે મહિયા ક્ષત્રિયો માટે એક કાળા દિવસ સમાન છે. ઈસ. ૧૮૮૩ ને ૨૮ મી જાન્યુઆરીના દિવસે મહિયા ક્ષત્રિયો હસતાં મુખે શહિદી વહોરી છે. વાત જાણે એમ છે જુનાગઢ નવાબી કાળ દરમ્યાન જુનાગઢ સલ્તનત મા આરબ સૈનિકો ફરજ બજાવતા હતાં. આરબો નો જુનાગઢ મા દબદબો ચાલતો હતો.નવાબે મહિયાઓ ને જુનાગઢ ના રક્ષણ અને સૈન્ય મદદ માટે આમંત્રણ આપ્યુ હતું. જુનાગઢના શેરગઢ પંથકમા ૮૪ ગામ માં ગરાસ આપ્યો હતો જે અંગ્રેજો આવ્યા બાદ કૂટનીતિ અને પ્રપંચ થી પાછો ઝુંટવી હાલ ૨૪ ગામ મહિયા શેરગઢ ચોવીસી હાલ મોજુદ છે. આ ગરાસ મહિયાઓ ને માથાના બલિદાન એટલે માથા સાટા નો ગરાસ જુનાગઢ નવાબ દ્રારા મળેલો છે .મહિયાએ મેળવેલી જમીન પર અસહ્ય કર લાદ્યો કરના ભરે તો ઝુંટવી લેવા અંગ્રેજો તલપાપડ થવા લાગ્યા.મહિયા ઓ કહ્યું કે આ ગરાસ માથા ના બલિદાન મા મળેલ છે કોઈ બક્ષિસ પેટે મળેલો નથી જે અમે પાછો આપી અપાવતાં અમને વાર નહી લાગે નૈક ટેક થી રાજ કરશો તો તમારી સાથે છીએ નહીંતર તમારા ને અમારાં રસ્તા આજ થી અલગ છે .નવાબે અંગ્રેજો ને ચોખ્ખું સમજાવી દીધું કે મહિયા માથા આપવામાં અને માથાં ઉતારી લેવાં મા જરા પણ વાર લગાડતાં નથી તેમને લડવામાં પહોચી શકાય નહીં. નવાબે કાવતરૂં ઘડીને સમાધાન માટે કનડા ડુંગર પર મહિયા ઓ ને મળ્યાં અને કહ્યું કે નવાબ ને તેમની ભુલ સમજાણી છે અને તે ખુબ દિલગીર છે અને તમને મળવા આવે છે. આ સમાધાન માટે મહિયા ઓ એ ઘર ઘરથી એક પુરૂષ ને આવવું ફરજિયાત હતું. તરશીંગડા ગામ ના એક પરિવાર મા પુરૂષમા માત્ર એક સાત વર્ષ ના ત્રણ બહેનો ના લાડકા એક માત્ર ભાઈ હતા સામતબાપુ વિશ્ર્વ ના સૌથી નાના શહિદ ગુરૂ ગોવિંદસિહ ના પુત્રો પછી સામતબાપુ નું નામ આવે જેણે હસતા મુખે શહિદી વરોહી હતી. તો ભાઈ ની સખાતે બે બહેનો એક ૧૧ વરસ ના અને એક બહેન ૧૩ વર્ષ ના કનડા ડુંગર પર ભાઈ ની રક્ષા એ આવ્યાં હતા. મહિયા ઓ હથિયાર બંધ કનડા પર આવ્યાં હતાં.ત્યાર બાદ નવાબ નું સૈન્ય સમધાન ના બહાને દગો કરે છે. મહિયા પાસે જલીયાવાલા બાગ જેવો જ થયેલ આ ભારત નો નિશસ્ત્ર યોદ્ધા પરનો હત્યાકાંડ હતો. બાળ યોદ્ધા સામતબાપુ જેની ઉંમર માત્ર ૯ વર્ષ ની છે અને તેમના બહેનો જે ૧૧ અને ૧૩ વર્ષના છે તેનો પણ આ નવાબ અને અંગ્રેજો એ ગોળીબાર મા હત્યા કરી છે. આજ પણ મેંદરડા ગીર ના ડેડકિયા ગામ ના સીમાડે કનડા ડુંગર પર મહિયા ની ૮૪ રણખાંભી ઓ બાળ યોદ્ધા ત્રણ ભાઈ બહેન ના બલિદાન ની સાક્ષી પુરે છે.તારીખ ૨૮ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ આ શહીદો ની ૧૪૧ મી પુણ્યતિથિ પર તેમનાં વંશજો દ્રારા શ્રધ્ધા સુમન અર્પણ કરી શ્રધ્ધાંજલી આપવાં મા આવી છે.
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ










