GANDHIDHAMKUTCH

ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામની સરકારી હાઇસ્કૂલમાં ધોરણ – 10 માં ભણતા બાળકોનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો

13 માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ગાંધીધામ કચ્છ :- ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામમાં સરકારી હાઇસ્કૂલમાં ભણતા ધોરણ – 10 ના બાળકોનો વિદાય સમારંભ કાર્યક્રમ તારીખ -11/03/2023 ના યોજવામાં આવ્યો. જેમાં વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ સાથે વિદાય સમારંભ નુ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમની શરૂઆત શાળાના બાળકો દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. પ્રાર્થના બાદ ઉપસ્થિત મહેમાનો દ્વાર દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. તેમજ સ્ટેજ પર પધારેલ મહેમાનોને શાળાના પ્રિન્સીપાલ પ્રવિણાબેન દ્વારા શાબ્દિક આવકાર આપી પુષ્પ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ આ કાર્યક્રમાં ઉપસ્થિત મહેમાનોમાં ગાંધીધામ તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભરતભાઈ ધરજીયા દ્વારા બાળકોને ધોરણ – 10 ની બોર્ડની પરીક્ષામાં પૂરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા તેમજ બોર્ડની પરીક્ષામાં સારૂ એવું પરિણામ મેળવી પોતાનું નામ, પોતાના પિતાજીનું નામ, પોતાના પરિવારનું નામ, પોતાના સમાજનું નામ, પોતાના ગામનું નામ, પોતાની શાળાનું નામ, અને પોતાના ગુરૂજી નું નામ રોશન કરવા ખુબ ખુબ શુભેચ્છા પાઠવી હતી.આ કાર્યક્રમની શોભા વધારવા ગાંધીધામ તાલુકા પંચાયતના પ્રમુખ ભરતસિંહ જાડેજા, બી. આર. સી. કો. ઓ. લાલજીભાઈ ઠક્કર, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ ભરતભાઈ ધરજીયા, દિલીપભાઈ આસોડિયા, માધવગીરી ગોસ્વામી, સતિષભાઈ પંચાલ, શૈલેષભાઈ, તેમજ આઇ. ટી. આઇ. ગાંધીધામના ઇન્સ્ટેક્ટર તેમજ શાળાના આચાર્ય પ્રવીણાબેન પટેલ, ક્રિષ્નાબેન, શીતલબેન તેમજ એસ. એમ. ડી. સી. ના સભ્યોની હાજરીમાં વિદ્યાર્થીઓને આશીર્વચન સાથે વિદાય આપવામાં આવી.

[wptube id="1252022"]
Back to top button