
9 – એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
સુરક્ષાના જ્ઞાન સાથે ગમ્મત કરાવતી પ્રવૃત્તિઓ, રેલી અને સત્રોનું સફળ આયોજન
મુંન્દ્રા કચ્છ :- મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) સુરક્ષા અને સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતું રહ્યું છે. એ જ ઉપક્રમને યથાવત રાખતા ચાલુ વર્ષે 52મા નેશનલ સેફ્ટી વીકની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. 4-10 માર્ચ સુધી આયોજીત નેશનલ સેફ્ટી વીક – 2023 અંતર્ગત વ્યવસાયિક આરોગ્ય અને સલામતી (OHS) ને પ્રોત્સાહન આપતી અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. APSEZ ની સેફ્ટી ટીમે રાષ્ટ્રીય સલામતી સપ્તાહ દરમિયાન સુરક્ષા અને સલામતીને લગતી અલગ-અલગ 32 પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. જેમાં વધુમાં વધુ કર્મચારીઓની ભાગીદારી ઉપરાંત તેમના પરિજનો, સેવા પ્રદાતાઓ અને વ્યવસાયિક ભાગીદારોને સામેલ કરવામાં આવ્યા હતા. કુલ 18,432 સહભાગીઓએ સાથે મળીને સુરક્ષાને સુનિસ્ચિત કરવા હાથ મિલાવ્યા હતા.જાગરૂકતાના અભાવે થતી દુર્ઘટનાઓ ટાળવા સલામતીના પગલાં વિશે જાગૃતિ લાવવા માટે સેફ્ટી વીક ઉજવવામાં આવે છે. 2023ના રાષ્ટ્રીય સુરક્ષા દિવસની થીમ ‘અમારું લક્ષ્ય – ઝીરો હાર્મ’ છે. જેનો હેતુ માર્ગ સલામતી, કાર્યસ્થળની સલામતી અને માનવ સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણની સલામતી સહિત સલામતી પ્રોટોકોલ વિશે જનજાગૃતિ પેદા કરવાનો છે.સલામતી સપ્તાહની ઉજવણીમાં સેફ્ટી ફ્લેગ ફરકાવી બંદરના વિવિધ સ્થળોએ સેફ્ટી બેનર્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. તદુપરાંત સલામતી માટેની પ્રતિજ્ઞાઓ, સુરક્ષા અંગે જનજાગૃતિ ફેલાવવા વિવિધ સત્રો તેમજ રેલી યોજ્યા હતા. સેફ્ટી ટીમે લોકોને આકર્ષિત કરતી પ્રવૃત્તિઓ જેવી કે નુક્કડ નાટક, પ્રાથમિક સારવારની તાલીમ, 5-S વર્કશોપ, ક્વિઝ સ્પર્ધા, LUDO ગેમ, ચિત્ર સ્પર્ધા, સલામતી એનાગ્રામ્સ, શાર્ક ટેન્ક શો અને સ્ટ્રીટ પ્લે વગેરેનું આયોજન કરી તેને મહત્તમ લોકો સુધી પહોંચાડવાનો સફળ પ્રયાસ કર્યો હતો.








