
૨૦ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
મુન્દ્રા કચ્છ :- 21 માર્ચ 2023 વિશ્વ વન દિવસ મુંદ્રાને હરિયાળુ બનાવવા અદાણી ફાઉ. દ્વારા વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો.વ્યક્તિદીઠ પાંચ વૃક્ષો વાવવાનો શુભ સંકલ્પ.
વનીકરણ માટે 31,426 થી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
‘કેવુ મજાનુ ઝાડ, એ તો કરે અમને લાડ.
બનાવો વૃક્ષોની વાડ, ન પાડવી પડે પાણીની ત્રાડ.
વૃક્ષો છે તો જીવન છે.’ એમ માનનારા માનવીએ અસંખ્ય વૃક્ષોનો હત્યાકાંડ સર્જર્યો છે ત્યારે વિશ્વ વન દિવસે આપણા વિસ્તારમાં વનીકરણ માટે થયેલી વિવિધ કામગીરીની એક ઝલક જોઈએ. અદાણી ફાઉન્ડેશન અને સામાજીક વનીકરણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વન દિવસ-2023 અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના અનુયાયીઓ, સરપંચો, મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદ્રા અને આસપાસના પાંચ વિસ્તારોમાં વનીકરણ માટે 31,426 થી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વૃક્ષોની માવજતમાં પાણીનો બચાવ થાય તે માટે ટપક સિંચાઈ, અને સુરક્ષા માટે કાંટાની વાડ તેમજ વ્યક્તિગત દેખરેખ માટે વૃક્ષ દીઠ એક માણસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ કાર્યોના પરિણામે આજે અહીં હજારો લીલાછમ વૃક્ષો લહેરાઈ રહ્યા છે. વૃક્ષારોપણમાં મળેલી અપ્રતિમ સફળતા બાદ સામાજીક વનીકરણ વિભાગ સાથે મળીને આગામી વન દિવસ સુધીમાં 1 લાખ વૃક્ષો રોપવાની નેમ લેવામાં આવી છે. વિશ્વ વન દિવસ નિમિત્તે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન મહેન્દ્રભાઈ ગઢવી જણાવે છે કે “સરકાર સાથે વિવિધ સંસ્થાઓ જોડાઈને કામ કરે ત્યારે પરિણામ સારું જ મળે છે. આજે અદાણી ફાઉન્ડેશન દ્વારા ઊભા કરાએલાં વન જોઈને ખૂબ રાજીપો થાય છે.” વિસરી માતા ટ્રસ્ટનાં મેનેજિંગ ટ્રસ્ટી અને જિલ્લા પંચાયતના સભ્ય વિરમભાઇ ગઢવીએ જણાવે છે કે “આ સ્થળને રળિયામણું બનાવવા માટે વૃક્ષો ઉછેરની કામગીરી ખૂબ સારી રીતે કરવામાં આવી છે. અહી માતાજીના મંદિરના સાનિધ્યમાં શાળા અને 25 એકર જમીનમાં તળાવ વિસ્તરેલું છે, આ સંકુલમાં 23000 થી વધુ વૃક્ષો પર્યાવરણમાં પ્રાણ પૂરે છે. આ તમામ સંસાધનોનો સમન્વય હોવાથી આ સ્થળ પીકનીક સ્પોટ બનવાની ક્ષમતા ધરાવે છે. “ આ પ્રસંગે સામાજિક વનીકરણના RFOએ ઉપસ્થિત રહીને લોકોને પ્રોત્સાહન આપતા વૃક્ષોની ઓળખ અને ઉપયોગિતા સમજાવી હતી. તેમણે અદાણી ફાઉન્ડેશન સાથે મળીને કરાયેલા કામને બિરદાવ્યું હતું. તેમણે કુકડસર તથા ગેલડા ગામે આવેલા 32૦૦ થી વઘુ વૃક્ષોના ઉછેર માટે અદાણી ફાઉન્ડેશનને સહયોગની અપીલ કરી હતી.અદાણી ફાઉન્ડેશનના પંક્તિ શાહે જણાવ્યું કે “જનભાગીદારીથી અપાર સફળતા મળે છે. આવતા વર્ષે સૌ સાથે મળીને 1,૦૦,૦૦૦ થી પણ વધુ વૃક્ષો વાવીને ઉછેરીશું“. તેમણે પ્રત્યેક વ્યક્તિને પાંચ વૃક્ષ વાવવા સંકલ્પ લેવડાવ્યો હતો. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય -મુંદ્રાના સુશીલા દીદીએ અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું કે ‘‘ઈશ્વરે જે શક્તિ આપી છે, તેને જો પર્યાવરણની જાળવણી માટે લગાડીશું તો આગામી પેઢીને સારું વાતાવરણ મળી શકશે. તેમણે ધ્રબ ગામની પ્રચલિત રાસાપીર દરગાહના પટાંગણમાં 11૦૦ થી વધારે વૃક્ષારોપણની શરૂઆત કરી હતી.








