
01-ઓકટોબર.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ કચ્છ :- રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ તમામ સંવર્ગના શિક્ષકો જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે 2 ઓક્ટોબરે સવારે 11 કલાકે ભુજ ખાતે ગાંધીજીની પ્રતિમા ,હમીરસર તળાવ પાસે મોટી સંખ્યામાં એકત્રિત થઈ માતૃભૂમિની માટી હાથમાં લઈ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવશે. તેમજ જૂની પેન્શન યોજના લાગુ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લેશે. સોમવારે આંદોલનમાં કચ્છ જિલ્લાના તમામ સંવર્ગના શિક્ષકો પોતાના ઉજવળ ભવિષ્ય માટે બેનર, પ્લેકાર્ડ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સૂત્રોચ્ચાર કરવામાં આવશે.સોમવારે ગાંધી જયંતી નિમિત્તે શિક્ષકો સામુહિક રીતે ખાદીની ખરીદી કરશે અને અલગ પ્રકારથી વિરોધ નોંધાવશે. આ કામગીરી સમગ્ર પ્રાંતમાં કરવામાં આવશે.

[wptube id="1252022"]







