KUTCH

માંડવી ની એસ.વી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માં પ્રથમ વર્ષ ના વિધાર્થીઓ નો પ્રવેશ ઉત્સવ યોજાયો.

20-જુલાઈ

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ

માંડવી ની એસ.વી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માં પ્રથમ વર્ષ ના વિધાર્થીઓ નો પ્રવેશ ઉત્સવ યોજાયો.

માંડવી કચ્છ :- માંડવી ની શેઠ એસ.વી.આર્ટ્સ એન્ડ કોમર્સ, માંડવી ( કચ્છ ) ખાતે પ્રવેશ મેળવનાર એફ.વાય. બી.એ તથા બી.કોમ અને PG સેન્ટર માં ભણતા એમ.કોમ / એમ.એ માં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો પ્રવેશ ઉત્સવ માંડવી ના સામાજિક કાર્યકર અને ભારત વિકાસ પરિષદ ના પ્રમુખ ડૉ .કે.જી.વૈષ્ણવ સાહેબ ના અધ્યક્ષપદે અને કોલેજ ના આચાર્ય ડો.મહેશ બારડ ની વિશેષ ઉપસ્થિતિમાં આજ રોજ યોજાયો હતો. પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સૌ પ્રથમ કુમકુમ તિલક કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.એસ.વી કોલેજમાં એફ.વાય બી.એ / બી.કોમ / એમ.કોમ તથા એમ.એ માં 550 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટય કરી થઈ હતી ત્યાર બાદ આચાર્ય ડૉ.મહેશ બારડ જણાવ્યું હતું કે અહીં વિદ્યાર્થીઓનું સંસ્કાર સિંચન કરી વિદ્યાર્થીઓ સારું જ્ઞાન મેળવી સમાજની સેવા કરી શકે તેવા નાગરિકો ઘડવાનો કોલેજનો પ્રયાસ છે. ભારત વિકાસ પરિષદ ના પ્રમુખ ડો.કે.જી.વૈષ્ણવ એ અદયક્ષ સ્થાને વિધાર્થી ઓ ને સતત આગળ વધી પોતાના સ્વપ્ન પુરા કરવા અથાગ મહેનત કરી અને માતા-પિતા ની સેવા કરી અને ભારત દેશ ના વિકાસ માં યુવાનો નું મહત્વ સમજાવ્યું હતું તેમજ કોલેજ ના તમામ અધ્યાપકશ્રી એ પોતાનો પરિચય આપી કોલેજના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવી હતી.કાર્યક્રમ નું સંચાલન અંગ્રેજી ના પ્રાધ્યાપક દેવાંશી સોની કર્યું હતું અને આભાર વિધિ ડો.કે.કે.વણકર સાહેબ કરેલ હતો કાર્યક્રમ ને સફળ બનાવવા સૌ સ્ટાફગણ અને વિધાર્થી ઓ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમ ની સફળતા બદલ સંસ્થા ના મંત્રી ડો.જે.સી.પટેલ સાહેબ અને મનેજિંગ ટ્રસ્ટી આદિત્ય ભાઈ એ અભિનંદન આપ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button