BHUJKUTCH

ભુજ તાલુકાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સુખપર શાળાએ મેદાન માર્યું.

22-સપ્ટે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

180 કૃતિ ઓ માંથી સુખપર કુમાર શાળા- ૨ ની બે કૃતિઓએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું.

ભુજ કચ્છ :- જી.સી. ઇ..આર. ટી.ગાંધીનગર અને મહારાણી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કચ્છb પ્રેરિત તથા બી.આર.સી.ભવન ભુજ અને શ્રીજી એકેડેમી , માધાપર આયોજિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૩ નું શ્રીજી પબ્લિક સ્કૂલ, માધાપર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય વિષય સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી રાખવામાં આવ્યું હતું. માધાપર ખાતે યોજાયેલ આ તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભુજ તાલુકાની સરકારી પ્રાથમિક અને ખાનગી શાળાઓની કુલ ૧૮૦ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમાં ૩૬૦ બાળ વૈજ્ઞાનિકોએ હાજર રહી પોતાની કૃતિઓ રજૂ કરી હતી.આ પ્રદર્શનમાં ભુજ તાલુકાની સુખપર કુમાર શાળા ૨ ની વિભાગ ૩: માં સોલ્ટ વોટર ફાર્મિંગ તથા વિભાગ ૪ માં સબમર્જડ ફ્લોટિંગ ટનલ આ બે કૃતિઓને પ્રથમ નંબર જાહેર કરવામાં આવેલ . બાળ વૈજ્ઞાનિક પરમાર ધ્રુવ અને વાસાણી કર્મ તથા પરમાર હેત અને સોલંકી અંશ ને સફળતા પ્રાપ્ત થઈ. તેમને માર્ગદર્શન આપનાર બેન શ્રી સીમ્પીબેન ભટ્ટ અને શ્રીમતી નિરૂપમાબેન રાઠોડ ને અભિનંદન પાઠવવામાં આવેલ. બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક ગુરુજનો અને શાળા પરિવારને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી , તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બી.આર.સી.કો.ઓ. ઉપરાંત જિલ્લા શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, રાજ્ય સંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા , ગામના સરપંચ પૂનમબેન મેપાણી, શાળાના આચાર્ય ઘનશ્યામસિંહ જાડેજા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મનીષાબેન વેલાણી વગેરેએ અભિનંદન પાઠવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button