
૧૭-ઓકટો.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ
ભુજ કચ્છ :- જીલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી માં કામ કરતા APO આંકડા અધિકારી નીલમબેન આર પટેલ ની MSW ની ફેક ડીગ્રી હોતા તાત્કાલિક ફરજ મુક્ત કરી ફોજદારી દાખલ કરવા બાબત ની ફરિયાદ આપ ના જીલ્લા પ્રમુખે ચેરમેન અને જીલ્લા વિકાસ અધિકારી ને કરી હતી.આમ આદમી પાર્ટી પ.ક.જીલ્લા પ્રમુખ સંજય બાપટે જીલ્લા વિકાસ અધિકારી અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના ચેરમેન ને ફરિયાદ કરતા જણાવ્યું હતું કે કચ્છ જીલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી માં કામ કરતા નીલમબેન આર પટેલ નાઓ એ MSW ની ખોટી ઉપજાવી કાઢેલી ડીગ્રી ના આધારે નોકરી મેળવી સરકાર સાથે છેતરપીંડી કરેલી છે અને છેલ્લા 10 વર્ષ થી નોકરી કરી રહ્યા છે અને તેમના બોગસ બે ચૂંટણી કાર્ડ પણ ધરાવે છે. અને દસ વર્ષ થી તમામ સરકારી લાભો મેળવી રહ્યા છે આ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય તપાસ કરી તેમને ફરજ મુક્ત કરી અત્યાર સુધી ચૂકવેલ પગાર તેમજ તમામ લાભો ની વ્યાજ સાથે રિકવરી કરી અને સરકારી રેકર્ડ સાથે ચેડાં કરી ખોટા દસ્તાવેજ ને સાચા તરીકે સરકાર શ્રી ને બતાવી સરકાર સાથે છેતરપીંડી કરેલી હોઈ ફોજદારી રાહે કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ કરી હતી જય હિન્દ જય ભારત સાથે જણાવાનું કે હાલ ની પરિસ્થિતિ ને જોતા જ્યાં સાચી ડિગ્રી ધરાવે છે તેવા શિક્ષક બનવા માંગતા ઉમેદવારો નોકરી માટે પોતાના નાં હક માટે સરકાર શ્રી જોડે દરોજ કોક ને કોઈ બાબતે સમાધાન કરી રહ્યા છે જે સમાજ નું ઘડતર નું કામ કરશે ત્યારે આજ રોજ આમ આદમી પ્રમુખ શ્રી સંજય બાપટ જી જોડે એક ઉમેદવાર નામે નીલમબેન રમેશભાઈ પટેલ જે નકલી ડિગ્રી નાં જોરે સરકારી નોકરી મેળવી જેમના બબ્બે ચૂંટણી કાર્ડ ધરાવે છે તેવા ઉમેદવારો લેર થી મજા કરે. સરકાર શ્રી ને નમ્ર અરજ કે આવા નકલી ડિગ્રી ધારી ને બદલે અસલી ડિગ્રી ધારકો જો ન્યાય કરે અને નોકરી ઇચ્છુકો ને પોતાના નું હક મળે તે દિશા માં પગલા લે જેથી સમાજ માં સંવય જળવાઈ રહે. શ્રી સંજય ભાઈ બાપટે આખી ઘટના દસ્તાવેજી પુરાવા સહિત ની અપીલ જિલ્લા પંચાયત માં આપેલી છે.








