21-ઓકટો.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ.
અબડાસા કચ્છ :- પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબનાઓ દ્વારા જખૌ મરીન પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેકશન કરાયું.
જેમાં પોલીસ અધિક્ષકશ્રી દ્વારા ઇન્સ્પેકશન પરેડ તથા પોલીસ દરબાર યોજાયો.ત્યારબાદ ક્રાઈમ, એકાઉન્ટ, એમ.ઓ.બી.એલ.આઈ.બી.,બારનીશી ને સંલગ્ન રેકડ્સની ચકાસણી કરાઈ.બાદમાં એસ.પી. સાહેબનાઓ લાઈટ હાઉસ અને જખૌ બંદરની મુલાકાત લીધી. જેમાં માછીમારો સાથે વાર્તાલાપ કરવામાં આવ્યા અને બોટ ચકાસણી કરવામાં આવી ,સાથે સાથે એસ.પી.સાહેબ દ્વારા માછીમારોને માદક પદાર્થો, અજાણ્યા શખ્સો તથા ફિશરીઝ એકટ વિશે સુચનો કર્યા.જખૌ બંદર આંતરરાષ્ટ્રીય જલસીમામાં સૌથી નજીકનું બંદર હોવાથી આંતરિક સુરક્ષા દ્રષ્ટિએ મહત્વનું હોવાથી બોટ ચેકીંગ, ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ, દંગા ભુગા ચેકીંગ તથા નિર્જન ટાપુ વિઝીટ તથા જોઈન્ટ ઓપરેશન વિશે કાર્યવાહી કરવા જણાવ્યું.જે અંગે શ્રી ડી.આર.ચૌધરી પોલીસ ઈન્સ્પેકટર જખૌ મરીન પોલીસ સ્ટેશનનાઓ તથા સ્ટાફ દ્વારા અસરકારક કાર્યવાહી કરવા બાંહેધરી અપાઈ