ગાંધીધામ તાલુકામાં રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકો માટે જુની પેન્શન યોજના માટેની આગામી દિવસોમાં આંદોલન માટેની રણનીતિ ઘડવામાં આવી.

26-સપ્ટે.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.
ગાંધીધામ કચ્છ :- ગાંધીધામ તાલુકાના ગળપાદર સ્કૂલમાં કચ્છ જિલ્લાના રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના મહામંત્રી અને ગુજરાત રાજ્યના મીડિયા પ્રકોષ્ઠ સદસ્ય શ્રી રમેશભાઈ ગાગલ દ્વારા ગાંધીધામ તાલુકાના રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની ટીમ સાથે બેઠક કરી ખાસ જુની પેન્શન યોજના માટેના આગામી દિવસોમાં આંદોલન માટેની રણનીતિ ઘડવામાં આવી.જેમાં પહેલા તો ખાસ 2005 પહેલાની ભરતી વાળા શિક્ષકોને જુની પેન્શન યોજના નો સરકાર દ્વારા ઠરાવ બહાર પાડવામાં આવે. ત્યાર બાદ તમામ શિક્ષકોને જુની પેન્શન યોજના લાભ માટે ભવિષ્યમાં આંદોલન માટેના કાર્યક્રમ કેવી રીતે ઘડવા. તેમજ H-TAT શિક્ષકોના બદલી સાથેના પડતર પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી.તેમજ કચ્છ જિલ્લાની અને ગુજરાત રાજ્યની રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગાંધીધામ તાલુકાની મહિલા સશક્તિકરણ ટીમને ખાસ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.જેમાં ગાંધીધામ તાલુકાની મહિલા સશક્તિકરણ બહેનોની ટીમ દ્વારા ગાંધીધામ તાલુકામાં જે રક્ષાબંધન પર્વની ઉજવણી પર આપણા દેશના વીર જવાન આર્મી ભાઈઓને રાખડી બાંધી તેમની લાંબી ઉમ્ર માટે ભગવાન પાસે પ્રાર્થના કરવામાં આવી હતી.તેની નોંધ અખિલ ભારતીય રાષ્ટ્ર દ્વારા લેવામાં આવી. અને આપણા આ ગાંધીધામ તાલુકાના બહેનોની આ કામગીરીની ખુબજ પ્રશંસા કરવામાં આવી હતી. આ તકે કચ્છ જિલ્લાના રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના મહામંત્રી અને પ્રાંત ટીમના મીડિયા પ્રકોષ્ઠ સદસ્ય શ્રી રમેશભાઈ ગાગલ, ગાંધીધામ તાલુકાના રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પ્રમુખ અને કચ્છ જિલ્લા ટીમના ઊપ પ્રમુખ શ્રી ભરતભાઈ ધરજીયા, મહામંત્રી રમેશભાઈ પ્રજાપતિ, સંગઠન મંત્રી પિયુષભાઈ જાદવ, રાજ્ય પ્રતિનિધિ મહેશભાઈ વાઘેલા, H-TAT સંઘના હોદ્દેદાર શ્રી પ્રહલાદભાઈ ગલચર, નટવરભાઈ ચૌધરી, મહિલા પ્રતિનિધિ જિંદલબેન પટેલ, બીનાબેન ગોસ્વામી હાજર રહ્યા હતા.








