KUTCH

કચ્છમાં મતદાન જાગૃતિ માટે કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અમિત અરોરાએ EVM ડેમોન્સ્ટ્રેશન વાનને કરાવ્યું પ્રસ્થાન

 

ઑડિયો-વિઝ્યુઅલ વ્યવસ્થાથી સજ્જ-EVM ડેમોન્સ્ટ્રેશન સાથેની ૦૨ વાનથી લોકજાગૃતિ અર્થે કચ્છમાં નિદર્શન કરાશે

રીપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી

ભુજ, શનિવાર:

 

આગામી લોકસભાની ચૂંટણીમાં કચ્છમાં મહત્તમ મતદાન થાય તે માટે નાગરિકોમાં જાગૃતિ કેળવવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અમિત અરોરા દ્વારા ફ્લેગ ઑફ કરી EVMના લાઈવ ડૅમોન્સ્ટ્રેશન અને ઑડિયો-વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ ૦૨ LED વાનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. કચ્છમાં જાગૃતિ વાન દ્વારા નિશ્ચિત રૂટ ઉપર EVMના લાઈવ ડૅમોન્સ્ટ્રેશનની સાથે સાથે મતદારોને પોતાના મતાધિકારના ઉપયોગ અંગે પ્રેરિત કરશે.

મતદારો મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન મતદાર નોંધણીની ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. મતદારોમાં મતદાન પ્રત્યે ઉદાસીનતા દૂર કરવા માટે તથા મતદાન જાગૃતિ માટે SVEEP એક્ટિવિટી હાથ ધરવામાં આવે છે. જેના ભાગરૂપે કચ્છમાં મોબાઈલ વાન, મતદાન જાગૃતિ માટે મતદાન મથકોએ જઈને મતદાન જાગૃતિ માટે પ્રચાર પ્રસાર કરશે.

જિલ્લા કલેકટર કચેરી ખાતે વાનના પ્રસ્થાન પ્રસંગે નિવાસી અધિક કલેકટર મિતેશ પંડ્યા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પાર્થ ગોસ્વામી સહિતના અધિકારીઓએ EVM ડેમોસ્ટ્રેશન મતદાર જાગૃતિ વાનને પ્રસ્થાન કરાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button