
વિજાપુર પિલવાઈ શેઠ જીસી હાઈસ્કૂલ ના આચાર્ય નું રાજપાલ તેમજ મુખ્યમંત્રી દ્વારા શિક્ષક દિન નિમિત્તે સન્માન કરાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાની પિલવાઈ ગામની શેઠ જીસી હાઈસ્કૂલ ખાતે આચાર્ય તરીકે ની ફરજ બજાવતા કૃણાલ બેન સુરેશચંદ્ર ઠાકર નું શિક્ષક દિવસ નિમિત્તે રાજપાલ અને મુખ્યમંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવતા શાળાનાં સંચાલક મંડળ અને શાળાના વિદ્યાર્થીઓ ગ્રામજનો માં ખુશીની લહેર પ્રસરી ઉઠી હતી તા ૫ મી સપ્ટેમ્બર ના રોજ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ની જન્મજયંતી નિમિત્તે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક – ૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ગુજરાત રાજ્યના કુલ ૩૪ શિક્ષકો પૈકી ઉત્તર ઝોન ,મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં શેઠ જી.સી.હાઈસ્કૂલ, પ્રાથમિક વિભાગ પિલવાઈ ના આચાર્યા બેન કૃણાલબેન સુરેશચંદ્ર ઠાકર ને ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતુ. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ સન્માનપત્ર, પ્રશસ્તિપત્ર અને પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ માં ગુજરાતના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર, ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, શિક્ષણ સચિવ વિનોદ રાવ સહિતના અગ્રણીઓ ઉપસ્થિતિ માં કૃણાલ બેન ઠાકર ને સન્માનિત કરવામાં આવતા વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો માં ખુશીની લહેર પ્રસરી ઉઠી હતી