
વાત્સલ્યમ્ સમાચર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
નખત્રાણા કચ્છ તા -૨૫.જાન્યુ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નખત્રાણા તાલુકા દ્વારા શેઠ કે.વી. હાઇસ્કૂલ, નખત્રાણા મધ્યે સ્વામી વિવેકાનંદજી અને સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી નિમિત્તે યોજવામાં આવતા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી શિક્ષકોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા માં ભારતીની છબી સમક્ષ દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ સરસ્વતી વંદના અને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ માધ્યમિક સરકારીના મંત્રી શ્રી વિરેનસિંહ ધલ દ્વારા સંગઠન દ્વારા રાષ્ટ્ર હિત, શિક્ષક હિત અને સમાજ હિતના વિવિધ કાર્યોની માહિતી આપી સંગઠનનો પરિચય કરાવ્યો હતો. આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ ગુમાનસિંહ ગરાસિયા, પ્રોફેસર જી.એમ.ડી.સી. કોલેજ, નખત્રાણા દ્વારા ઉપસ્થિત સૌને કર્તવ્ય બોધ અંગે વિવિધ પ્રસંગો વર્ણવી સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝની જીવનીના પ્રસંગો દ્વારા સહજ અને સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે નખત્રાણા સી.આર.સી. શ્રી ભીમજીભાઈ વણકર દ્વારા સાલ વડે મુખ્ય વક્તાનુ સન્માન કરવામાં આવેલ હતુ. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન માધ્યમિક સરકારી સંવર્ગ મંત્રી શ્રી વિરેનસિંહ ધલે કરેલ હતુ. આભારવિધિ રમેશભાઈ વણકરે કરેલ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ધૈર્યભાઇ વોરા, ધીરજભાઇ લોંચા તેમજ રસીકભાઇ નિરાશીએ જહેમત ઉઠાવેલ હતી એવુ કચ્છ જિલ્લા ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાનીની યાદીમાં જણાવાયું હતું.








