
૨૨- નવેમ્બર.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
કચ્છ જિલ્લાના ભુજ ખાતે કચ્છ લોકસભા પરિવાર તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આઝાદી કા અમૃતકાલ અંતર્ગત “સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૨” કચ્છની સૌથી મોટી ઓપન ડે – નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ તા.૧૭/૧૧/૨૦૨૩ થી તા.૨૩/૧૨/૨૦૨૩ સુધી જ્યુબીલી ગ્રાઉન્ડ ભુજ ખાતે ચાલી રહી છે જેમાં કુલ ૨૦૩ ટીમોએ ભાગ લીધેલ છે. આ સાથે તારીખ ૨૦/૧૧/૨૦૨૩ ના ચોથા દિવસ ની પ્રથમ ક્રિકેટ મેચ ટુર્નામેન્ટ દરમ્યાન પાર્થ ઇલેવન અને આશાપુરા ઇલેવન – મોથાળા વચ્ચે રમાઇ જેમાં આશાપુરા ઇલેવન મોથાળા ની જીત થઇ હતી. બીજી મેચ RCC ભુજ અને આશાપુરા ઇલેવન – ઝુરા વચ્ચે રમાઇ જેમાં આશાપુરા ઇલેવન – ઝુરા ટીમ વિજેતા થઇ હતી. ત્રીજી મેચ ભુજ કોર્ટ અને જીલ્લા પંચાયત ઇલેવન વચ્ચે રમાઇ જેમાં ભુજ કોર્ટ ઇલેવન ની જીત થઇ ચોથી મેચ ભીડગેટ ઇલેવન અને ભારાપર વચ્ચે રમાઇ જેમાં ભારાપર ઇલેવન ની જીત થઇ હતી. આ ક્રિકેટમેચ દરમ્યાન રોહિતભાઈ બારોટ જીલ્લા આંકડા અધિકારી, પ્રવીણભાઈ ચાવડા રિસર્ચ ઓફિસર જીલ્લા પંચાયત, વજેસિંહ પરમાર TDO ભુજ, તથા પ્રકાશભાઇ મહેશ્વરી, મનીષભાઈ બારોટ, મોહનભાઈ ચાવડા, હિતેષભાઈ ગોસ્વામી, યોગેશભાઇ ત્રિવેદી, તથા અન્ય ક્રિકેટ રસીકો ઉપસ્થિત રહ્યા હતા.