
7-ડિસેમ્બર.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ કચ્છ :- કચ્છ જિલ્લાના ભુજ ખાતે કચ્છ લોકસભા પરિવાર તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આઝાદી કા અમૃતકાલ અંતર્ગત “સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૨” કચ્છની સૌથી મોટી ઓપન ડે – નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ તા.૧૭/૧૧/૨૦૨૩ થી તા.૨૩/૧૨/૨૦૨૩ સુધી જ્યુબીલી ગ્રાઉન્ડ ભુજ ખાતે ચાલી રહી છે જેમાં કુલ ૨૦૩ ટીમોએ ભાગ લીધેલ છે. આ સાથે તારીખ ૦૬/૧૨/૨૦૨૩ ના ૨૦મા દિવસ ની પ્રથમ ક્રિકેટ મેચ સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ અને બહુમાળી ઇલેવન ટિમ વચ્ચે રમાઇ જેમાં સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ટિમ વિજેતા થઈ બીજી મેચ કારમા કિંગ અને લોડાઈ આહીર ઇલેવન વચ્ચે રમાઇ જેમાં લોડાઈ આહીર ઇલેવન મેચ જીતી હતી ત્રીજી મેચ ત્રાયા ઇલેવન અને એ.જી ઇલેવન ટીમ વચ્ચે રમાઇ જેમાં ત્રાયા ઇલેવન ટિમ ની જીત થઇ હતી. ચોથી મેચ Halima 11 ટિમ અને Shiv Paras 11 વચ્ચે રમાઇ જેમાં Shiv Paras 11 ટીમની જીત થઈ હતી. પાંચમી મેચ Eye Care Optics અને Jay Ho 11 વચ્ચે રમાઇ જેમાં Eye Care Optics ટીમ વિજેતા થઇ હતી છઠી મેચ NSK Anjar અને Royal Ajrakhpur વચ્ચે રમાઈ જેમાં Royal Ajrakhpur વિજેતા થઈ હતી. આ ક્રિકેટમેચ દરમ્યાન શ્રી મેહુલભાઈ શાહ ખાણ ખનીજ વિભાગ સૌરાષ્ટ્ર ડિવિઝન, શ્રી ઉર્મિલભાઈ ચૌધરી ઇરિગેશન ડિપાર્ટમેંટ ભુજ, શ્રી શ્યામભાઈ કોઠારી સુપ્રિન્ટેન્ડ ચેરિટી કમિસન ભુજ, શ્રી અનિલભાઈ પ્રજાપતિ પ્લાનિંગ ઓફિસર ટાઉન પ્લાનિંગ ભુજ, શ્રી ભરતભાઈ માંગલિયા ઇરિગેશન ડિપાર્ટમેંટ ભુજ, શ્રી સાગરભાઈ ચૌહાણ ઇરિગેશન ડિપાર્ટમેંટ ભુજ, શ્રી અલ્પેશભાઈ પટેલ પૂર્વ કાઉન્સિલર, શ્રી વાઘેલા સાહેબ PSI A ડિવિઝન ભુજ, શ્રી જયભાઈ દવે ન્યૂઝ ફોર કચ્છ, શ્રી દીપકભાઈ સિજુ, શ્રી પંછીભાઈ સુન્દ્રા, શ્રી અભિષેકભાઈ ગરવા, શ્રી મનીષભાઇ બારોટ જુરી કમિટીના સભ્યો અને સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ના સભ્યો તથા ક્રિકેટ રસીકો ઉપસ્થિત રહ્યા હતા. દરરોજ ક્રિકેટ મેચ નું લાઈવ યુ ટ્યુબ પર ATV Cricket Live દ્વારા પ્રસારણ આપવામાં આવે છે.










