રાજકોટ લોક સભા સીટના ઉમેદવાર પરેશ ધાનાણી સાથે કોળી સમાજના યુવા આગેવાન કાનજી ભાઈ ગોરીયા પ્રચાર કરતા જોવા મળ્યા હતા.વાંકાનેર વિધાનસભા મત ક્ષેત્રમાં જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સંયુક્ત ઉમેદવાર ગામડાંમાં જઈને લોક સંપર્ક કરી રહ્યા હતા ત્યારે વાંકાનેર વિધાનસભા મત વિસ્તારનાં કોળી સમાજના યુવા આગેવાન કાનજી ભાઈ ગોરીયા પરેશ ધાનાણી સાથે પ્રચાર કરતા જોવા મળ્યા હતા.કોળી સમાજમાં કાનજીભાઈ ગોરીયા ખૂબ જ બહોળી પ્રસિદ્ધિ ધરાવે છે. તેમજ કોળી સમાજનો અડધી રાતનો હોંકારો અને 108 તરીકે નામનાં ધરાવતા કાનજી ભાઈ ગોરીયા એ કોળી સમાજના લોકોને પરેશ ધાનાણી ને મત આપી વિજયી બનાવાની અપીલ કરી છે.
વધુમાં કાનજીભાઈ ગોરીયા જણાવ્યું હતું કે કોળી સમાજ હંમેશા અન્ય સમાજોની સાથે અડીખમ ઉભો રહ્યો છે. કોળી સમાજે ક્યારેય કાંઈ માગ્યું નથી.મહેનત મજૂરી કરી પોતાનું પેટિયું ભર્યું છે. તેમ છતાં ભાજપના નાણાં મંત્રી દ્વારા કોળી સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે. એ ટિપ્પણીને કોળી સમાજ ક્યારેય શાખી લેશે નહિ.કોળી સમાજ પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરી ભાજપને બતાડી દેશે. બીજી વાર કોઈ નેતા કોળી સમાજ સામે આંગળી ચીંધવાની પણ હિંમત કરશે નહીં.
[wptube id="1252022"]





