માળીયાહાટીના તાલુકાના ખોરાસા ગીર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું

લાભાર્થીઓને યોજનાકીય લાભો – સહાય વિતરણ કરવામાં આવ્યા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ખોરાસા ગીર ગામે ધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગઠિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતુ.
ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલ આ કાર્યક્રમમાં ગ્રામજનોએ હે્લ્થ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.
‘‘મેરી કહાની, મેરી જુબાની’’ હેઠળ વિવિધ યોજનાના લાભાર્થીઓએ સરકારની યોજનાના લાભથી જીવનમાં આવેલ સકારાત્મક અનુભવોની સાફલ્ય ગાથા વર્ણવી હતી.
પ્રધાનમંત્રી આવાસ યોજના, અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોએ તેના પ્રતિભાવો આપ્યા હતા. બહોળી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ વિકસિત ભારત અંગેના શપથ લીધા હતા.
મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં હર ઘર જલ અન્વયે માણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં સરપંચ, ગ્રામપંચાયતના સભ્યો, આગેવાનો, વિવિધ વિભાગના અધિકારીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





