નેત્રહીન બાળકો ની ખેલ મહાકુંભ, નવોદય વિકલાંગ વિકાસ ટ્રસ્ટ અંબાજી નાખેલાડીઓ એ જિલ્લા મા પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો

26 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
ગુજરાત સરકાર યુવા રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા દરવર્ષે સમધારણ ખેલાડીઓ અને સ્પેશયલ દિવ્યાંગ વ્યક્તિઓ માટે ખેલ મહાકુંભ નું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે દિવ્યાંગ બાળકોના સ્પેશિયલ ખેલ – મહાકુંભ અંતર્ગત નેત્રહિન વ્યક્તિઓનો ખેલ મહાકુંભ એન. એ.બી. બનાસકાંઠા દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એથલેટિકસ અને બલાઈન્ડ ક્રિકેટ ની રમતો માં બનાસકાંઠા ના લગભગ 400 થી વધારે દિવયાંગ બાળકો એ ભાગ લીધો હતો. શ્રી નવોધ્ય વિકલાંગ – વિકાસ ફસ્ટ સંચાલિત પ્રજ્ઞાચમું વિદ્યાલય, અંબાજી ના દિવ્યાંગ બાળકો એ આ ખેલ ખુંભ માં ભાગ લઈ આગવું પ્રભુત્વ પ્રદર્શન કર્યું છે. એથલેટિકસ ની રમતમાં સંસ્થાના કુલ 6 બાળકોએ ભાગ લીધો હતો. જેમાં ધોરણ-8 ના નેત્રહિન દિલીપભાઈ ડાભી એ ગોલાફેક માં બીજી નંબરે અને ચક્ર ફેક માં બીજા નંબરે વિજેતા થયા હતા.આ ખેલ કુંભ મા બનાસકાંઠા જિલ્લા ની ફુલ ચાર નેત્રહિન ક્રિકેટ ટીમો એ ભાગ લીધો હતો. જેમાં થી નવોદય વિકલાંગ વિકાસ ટ્રસ્ટ અંબાજી ની નેત્રહીન ખેલાડીઓની ટીમ જિલ્લામાં પ્રથમ નંબરે વિજેમા બની હતી. – આ વિજેતા ટીમને સંસ્થા પરિવાર અને સમગ્ર એન એ. બી બનાસકાંઠા દ્વારા આગળ ની ઉત્તર જોન કક્ષાએ અને રાજયકક્ષાએ નેત્રહિન કિડેટ ટુનર્નામેન્ટમાં ભાગ લેવા માટે અને તેમાં વિજેતા બનવા માટે હાર્દિક શુભકામના પાઠવી હતી.આ અંગે મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું.










