
વિજાપુર તાલુકાના ખરોડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો રથ નું સ્વાગત કરાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ખરોડ ગામે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નો ગેરંટી વાળો રથ આવી પોહચતા તેનુ ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ સ્વાગત રથ નુ સ્વાગત પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ તેમજ નીતિનભાઈ પટેલ પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ તેમજ જિલ્લા સદસ્ય શલ શંકાબેન ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતુ આ વિકસિત યાત્રા માં કેન્દ્ર સરકાર ની જુદી જુદી ૧૭ યોજના ઓ નો લાભ ગામના છેવાડા માનવી સુધી પહોંચે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં આયુષ્માન ભારત યોજના.ઉજવવલા યોજના.પ્રધાન મંત્રી જીવન જ્યોતિ યોજના.જનધન યોજના કિસાન સન્માન નિધિ યોજના.પી એમ આવાસ યોજના પોષણ યોજના .નો લાભ છેવાડા ના મળે તે સારું વિવિધ ખાતા ના સ્ટોલ નું આયોજન કરવામાં આવ્યું હતુ આરોગ્ય વિભાગ તરફથી આયુષ્યમાન ભારત યોજના. ટી બી સ્ક્રીનીંગ .બિન ચેપી રોગો. ડાયાબિટીસ.બી પી ના સ્ટોલ .આભા કાર્ડ સ્ટોલ.અને પોરા નિર્દશન. ગપ્પી ફિશ નિર્દશન રાખવામાં આવ્યું હતુ કાર્યક્રમ દરમ્યાન આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાયુ હતુ.નિશ્ચય પોષણ સહાય કીટ વિતરણ મંચસ્થ મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતુ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આયુષ્માન કાર્ડ ગામના દરેક વ્યક્તિ ને મળે તે રીતે વિતરણ કરવામાં આવ્યું હતુ





