
આજે ઠેર ઠેર નવરાત્રિ મહોત્સવ નું આયોજન થયેલું છે ત્યારે જૂનાગઢના કેશોદ શહેરની અંદર અનેક નાની મોટી ગરબીઓ અને અલગ અલગ સમાજના રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. કેશોદમાં આયોજક રાજુભાઈ બાબરીયા, ચેતનભાઇ પરમાર, પ્રતિપાલસિંહ રાયજાદા, હરપાલસિંહ જાડેજા તેમજ કપિલભાઈ સિધ્ધપરા દ્વારા શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલા લોકેશન ગ્રાઉન્ડમાં સાર્વજનિક થનગનાટ નવરાત્રી મહોત્સવ 2023 નું ભવ્ય આયોજન કરેલ છે. કેશોદ શહેરમાં થનગનાટ રાસોત્સવ ખેલૈયાઓની પસંદગીનું સ્થળ બન્યું છે. એપલ ઇન્ટરનેશનલ સ્કૂલ પ્રસ્તુત આ નવરાત્રી મહોત્સવમાં ટ્રેડિશનલ ડ્રેસમાં તેમજ સારું પર્ફોમન્સ કરનારને નિર્ણાયક દ્વારા નંબર આપી મહાનુભવોના હાથે શિલ્ડ અને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવે છે. અહીં દરરોજ દરેક સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો હાજરી આપે છે અને ખેલૈયાઓ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવે છે
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ










