કેશોદ શહેર તાલુકામાં વસતાં મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ પોતાના વકતવ્યમાં રાજપૂત ક્ષત્રિય સમાજ વિષે અશોભનીય ભાષામાં ટિપ્પણી કરતાં ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેશોદ મામલતદાર કચેરી ખાતે મહિયા ક્ષત્રિય સમાજના લોકો બહોળી સંખ્યામાં પહોંચી લેખિતમાં મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ કર્યો હતો. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને બદલવા ઉગ્ર માંગણી કરી હતી. કેશોદ પંથકમા મહિયા ક્ષત્રિય સમાજ ના શોર્ય અને બલિદાન ની સત્ય ઘટનાઓ નો ઉલ્લેખ પૌરાણિક કથાઓ અને ઈતિહાસમા જોવા મળે છે. મહિયા ક્ષત્રિય સમાજ ના પૂર્વજોએ ધર્મની રક્ષા કરવા માંટે પોતાના પ્રાણની આહુતિ આપી હતી એ તમામ આજે પણ પાળીયા બની પુજાઈ રહ્યાં છે અને મહિયા ક્ષત્રિય સમાજ ગૌરવભેર આસ્થાભેર પુજા કરે છે ત્યારે ઐતિહાસિક ઘટનાઓ ને તોડી મરોડીને અશોભનીય ભાષામાં જાહેરમાં વકતવ્યમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણી નો વિરોધ કર્યો હતો અને ભાજપ દ્વારા રૂપાલાની જગ્યાએ અન્ય ઉમેદવાર જાહેર કરવામાં આવશે નહિં તો રાજપૂત ક્ષત્રિય સમાજ સાથે મહિયા ક્ષત્રિય સમાજ જોડાયો છે.
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ










