બનાસકાંઠા ના દાંતીવાડા તાલુકાના ભાંડોત્રા ગામ ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભ આપવામાં આવેલ

20 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
કેન્દ્ર સરકારની ૧૭ જેટલી વિવિધ યોજનાઓનો લાભ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મળી રહે એ ઉદ્દેશ્ય સાથે બનાસકાંઠા જિલ્લાના દાંતિવાડા તાલુકાના ગામોમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નો રથ ફરી રહ્યો છે. જે અંતર્ગત દાંતીવાડા તાલુકાના ભાંડોત્રા ગામ ખાતે રથ આવી પહોંચતાં ગ્રામજનો અને આગેવાનો દ્વારા રથનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. તેમજ સરકારની યોજનાઓથી વંચિત લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભ આપવામાં આવ્યા હતા. ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો, પેમ્પ્લેટ થકી સરકારશ્રીની સિદ્ધિઓ-ઉપલબ્ધીઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.રથ દ્વારા ગામમાં કુલ 160 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા હતા. જેમાં 5 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કર્યા હતા. તેમજ પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના 35 લાભાર્થીઓને નવા કનેક્શન માટે kyc કરવામાં આવ્યું હતું. આમ 160 જનરલ લાભાર્થીઓ સહિત 198 લાભાર્થીઓએ વિકસિત ભારતના સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત શ્રી રમેશભાઈ ધાડીયા ,શ્રી ગણપતભાઈ રાજગોર , શ્રી હરજીવનભાઇ ભુતેડીયા, શ્રી નટુભાઈ ચૌધરી તેમજ ગામના સરપંચશ્રી , તલાટીશ્રી, આરોગ્ય સ્ટાફ તેમજ ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .





