કાલોલ નગરપાલીકા દ્વારા માટીને નમન વીરો ને વંદન કાર્યક્રમ અંતર્ગત માજી સૈનીકો અને પોલીસ કર્મચારીઓ નુ સન્માન કરાયુ.

તારીખ ૧૪/૦૮/૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલીકા દ્વારા કુમારશાળા ખાતે માટી ને નમન વીરો ને વંદન કાર્યક્રમ અંતર્ગત ૪ સ્વાતંત્ર સેનાની ના વારસદારો,૧૦ નિવૃત્ત પોલીસ કર્મચારીઓ તેમજ નિવૃત્ત ૨૦ સૈનિકો નું સન્માન કરવામાં આવ્યું કાર્યક્ર્મ મા કાલોલ નગરપાલીકા ના કર્મચારીઓ દ્વારા નિવૃત્ત સૈનિકો ને તથા પોલીસ કર્મીઓ અને સ્વતંત્ર સેનાનીઓ નાં વારસદારો ને શાલ ઓઢાડીને સન્માન કરાયુ કાલોલ શહેર ભાજપ પ્રમુખ ગૌરાંગ દરજી, માજી પ્રમુખ શૈફાલી ઉપાધ્યાય અને કિરીટ પટેલ, જીલ્લા ઉપપ્રમુખ ડો યોગેશ પંડયા,કાલોલ શહેર અનુસુચિત જાતિના પ્રમુખ વકીલ હસમુખભાઇ મકવાણા,માજી કોર્પોરેટર અલ્કેશ ગોસ્વામી, સામાજીક કાર્યકર સતીશ શાહ, શહેર ભાજપ ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ દરજી,યુવા મોરચાના પાર્થ કનોજીયા અને પરેશ પારેખ,મહામંત્રી હર્ષ કાછીયા અને કાલોલ કુમાર શાળા અને કન્યા શાળા ના આચાર્ય સહિત શિક્ષકગણ હાજર રહ્યા હતા.મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યુ હતું ત્યારબાદ પ્રાસંગીક પ્રવચન તખ્તસિંહ બારિયા એકાઉન્ટન્ટ કાલોલ નગરપાલીકા દ્વારા કરાયુ કન્યા શાળા અને કુમાર શાળા ના બાળકો દ્વારા સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યુ હતુ.અને તક્તી નુ અનાવરણ કરાયું હતુ.










