બનાસકાંઠા જિલ્લાના ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માધ્યમિક વિભાગની મંડળીમાં મહત્વના ઠરાવો થયા

1 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુર ખાતે ઉ.મા.અને મંડળી ભવન ખાતે ધી બનાસકાંઠા જી. ઉ. માં વિભાગના કર્મચારીઓની શરાફી સહકારી મંડળી લિમિટેડ પાલનપુરની કારોબારી મિટિંગ મળી હતી જેમાં નીચે મુજબના ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા જેમાં ધિરાણ માટે જે અરજી આવેલ છે તેમાંથી જે નવી અરજી હોય તેમને લોન આપવાનું ઠરાવવામાં આવ્યું.ફિક્સ ડિપોઝિટના વ્યાજ દરમાં તારીખ 1 -8- 2023 થી વ્યાજ દર 8.5% કરવામાં આવ્યો. એફડી Agains લોન આપવાનું ઠરાવવામાં આવ્યું. તેમાં લોન પ્રોટેક્ટ વીમા પ્રીમિયમ નહીં કાપવાનું ઠરાવવામાં આવ્યું સભાસદ બોનસ વસ્તુની ખરીદી કરવા માટે શ્રી જીજી રાજપુત,શ્રી ટી ડી જોશી, અને શ્રી આર જે પ્રજાપતિની કમિટી બનાવવામાં આવી.લોનના હપ્તાની વસુલાત જે મહિનામાં ન થાય તો તેના માટે 500 રૂપિયા પેનલ્ટી વસૂલ કરવાનું ઠરાવવામાં આવ્યું. મંડળીની મિટિંગમાં તમામ કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.ઉપરોકત માહિતી ચેરમેન વિપુલભાઈ જોષી ના માર્ગદર્શન હેઠળ મંડળી ની માહિતી આપતાં મંડળીના વ્ય. કમિટી મંત્રીશ્રી બાબુજી રાજપૂતે આપતાં જણાવ્યું હતું.









