ગુજરાત માં બદમાશો-અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો ડર જ રહ્યો, ધોરણ 10ની વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત

અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે. વસ્ત્રાલમાં ચાલુ કારમાંથી ફટાકડા ફોડતા હોવાનો સ્ટંટ કરતા ધોરણ 10ની વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત થઇ હતી. જાહેર રોડ પર ફટાકડા ફોડવામાં આવતા હતા જે દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.
સગીર વયના યુવાનોને પણ હવે પોલીસનો ડર ન હોય એ પ્રકારે જાહેર રોડ પર વિચિત્ર સ્ટંટ કરે છે. વસ્ત્રાલની અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે 4 યુવાનો કારમાં બેસીને જતા હતા તે સમયે મસ્તીમાં ફટાકડા ફોડતા હતા.
તે દરમિયાન ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ કરી ઘરે જતી વિદ્યાર્થીની અને તેના પિતાને ઇજા પહોંચી હતી. યુવતી ફટાકડાથી દાજી જતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. યુવતીના પરિવારે જ્યારે પોલીસ ફરીયાદ કરવામાં આવી ત્યારે અસામાજિક તત્વોએ રાજકીય ઓળખ બતાવી ધમકી પણ આપી હતી.
આ ઘટના ગત 28 માર્ચે ઘટી છે, જયારે ધોરણ-10ની બોર્ડ પરીક્ષાનું છેલ્લું પેપર હતું. આ પેપર પૂરું થયા બાદ તેના પિતા વિદ્યાર્થીની લઈને ઘર તરફ જઈ રહ્યાં હતા ત્યારે કારમાં નીકળેલા ચાર જેટલા સગીરોએ સ્ટંટબાજી કરીને કારમાંથી બંને બાજુ સળગતા ફટાકડાઓ ફેંકી રહ્યાં હતા.
આ દરમિયાન એક સગીરે ફેંકેલ બોમ્બ યુવતી અને તેના પિતા પર પડ્યો. આ બોમ્બ યુવતીના પેટના ભાગે જઈને ફૂટ્યો જેના કારણે યુવતીનો શર્ટ સળગી ગયો અને તે પેટ અને હાથના ભાગે ગંભીર રીતે દાઝી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે,