GUJARATKUTCHMANDAVI

અયોધ્યામાં પ્રભુ શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે બિદડા ગામમાં શોભાયાત્રામાં જયજય શ્રીરામ નાં જયકાર સાથે પર્વ ઉજવાયું

23-જાન્યુ.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી કચ્છ :-  પાંચસો વર્ષ વનવાસ બાદ આજે અયોધ્યામાં નવનિર્મિત ભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિ ની પ્રતિષ્ઠા આપણા લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થઈ છે. ત્યારે આજે વહેલી સવારથી જ આખાં કચ્છ ભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે. સવારથી જ મંદિરો, દેવાલયો જ નહી,શહેરી મહોલ્લામાં કેસરિયા નુ માહોલ જોવા મળ્યો હતો. સવારના ઉગતા સૂર્ય ના પહેલા પહોર થી જ મંદિરોમાં રામભક્તોની કતારો જોવા મળી હતી.ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા મહાઆરતી, મહાપ્રસાદ, ભજન કીર્તન, રામધૂન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.બિદડા મુખ્ય માર્ગો પર ફક્ત જય જય શ્રીરામના નાદ ગુંજ્યા હતા.બિદડા ગામની તમામ સમાજના ની નાની બાળાઓ ઘડી તૈયાર કરી ને શોભાયાત્રામાં જોડાઈ હતી.રામભક્તો નુતન વસ્ત્રો ધારણ કરી ઉજવણીમાં જોડાયા હતા સવારથી શરૂ થયેલી ઉજવણીમાં પ્રભુ શ્રી રામ ભગવાનની શોભાયાત્રા બિદડા ગામના હનુમાનજીનાં મંદિરે થી ચાંદીની અઢી કીલોની ગદા સાથે માંડવી મુંદ્રા વિધાનસભા નાં ધારાસભ્ય શ્રી અનિરૂદ્ધભાઈ દવે અને ગામના જગડુશા દાતાશ્રી એવાં વલ્લભજીભાઈ દેઢીયા દ્વારા શોભાયાત્રા ને પ્રસ્થાન કરાવ્યું હતું આ શોભાયાત્રામાં બિદડા ગામના હિન્દુ સનાતન ધર્મ નાં તમામ સમાજના લોકો જોડાયા હતા અને જય શ્રી રામ જય જય શ્રી રામ નાં નારા સાથે બિદડા ગામ ગુજીઉઠ્યું હતું અને ગામના જૈન સમાજના આગેવાન એવા જગડુશા દાતાશ્રી વલ્લભજીભાઈ દેઢીયા દ્વારા હનુમાન દાદાના મંદિરમાં અઢી કિલોની ચાંદી ની ગદા અર્પણ કરી હતી સાથે મિરાબેન વલ્લભજીભાઈ દેઢીયા પરિવાર દ્વારા બિદડા આખાં ગામના તમામ સમાજના લોકો ને ધુઆબંધ જમણવાર રાખ્યું હતું. જગડુશા દાતાશ્રી વલ્લભજીભાઈ દેઢીયા નુ બિદડા ગામના તમામ સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.સાથે રામ મંદિર અને હનુમાન મંદિરની સમિતિ દ્વારા જગડુશા દાતાશ્રી વલ્લભજીભાઈ દેઢીયા નુ સન્માન કરવામાં આવ્યું હતું.વલ્ભજીભાઈ દેઢીયા પરીવાર દ્વારા આ સાતમી વખત બિદડા ગામમાં ધુઆબંધ જમણવાર નાં દાતાશ્રી બન્યા છે સાથે મામલ માતાજી ટ્રસ્ટ દ્વારા વલ્લભજીભાઈ દેઢીયા પરીવાર તરફથી છેલ્લા પાંચ વર્ષ થી કુતરાઓને ખીચડી રોટલી દુધ આપવામાં આવે છે.પ્રભુ શ્રી રામ ભગવાન ની શોભાયાત્રા, કચ્છ ના માંડવી, ભુજ,મુન્દ્રા, અંજાર,નલીયા,નખત્રાણા, ગાંધીધામ,રાપર,ભચાઉ તાલુકાના તમામ ગામોમાં શહેરોમાં લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી ઉજવણીમાં સામેલ થયા હતા.કચ્છ માં સંપૂર્ણ બંધ જેવો માહોલ જોવા મળ્યો હતો.શહેરોના કે ગામડાઓના માર્ગો પર ફક્ત જય જય શ્રીરામના નાદ ગુંજ્યા હતા. રામભક્તો નુતન વસ્ત્રો ધારણ કરી ઉજવણીમાં જોડાયા હતા. વહેલી સવારે પ્રભાતફેરીમાં વૃદ્ધો પણ જોડાયા હતા અને ઠેર ઠેર ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. ધાર્મિક કાર્યક્રમો દરમ્યાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે બિદડા ઓપીના પો.હે.એચ.કે.પટેલ.સાથે તેમનુ પોલીસ સ્ટાફ સાથે જીઆરડી જવાનો ખડેપગે ચુસ્ત બંદોબસ્ત સાથે ઉપસ્થિત રહ્યા હતા.

 

[wptube id="1252022"]
Back to top button