BHUJKUTCH

શિક્ષક સમાજ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ને આવકાર અપાયો.

24-મે

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- કચ્છના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જે.પી. પ્રજાપતિ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેમની જગ્યાનો ચાર્જ હાલના જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ બી. પરમાર ( GES – 1 ) ને સોંપાતા કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા તેમને શાલ તથા બુકે દ્વારા અભિવાદન કરી આવકાર અપાયો હતો. આ તકે શિક્ષક સંઘના અગ્રણીઓ નયનસિંહ જાડેજા, હરિસિંહ જાડેજા, વિલાસબા જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જટુભા રાઠોડ, રાજેશ રાજગોર, આશાભાઈ રબારી, ઉર્મિલાબેન ગોર, જયેન્દ્રસિંહ ઝાલા, મમતાબેન ભટ્ટ, જેબુનિશાબેન રાયમા, હાર્દિક ત્રિપાઠી, રચનાબેન વણોલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button