BANASKANTHAGUJARATPALANPUR

Palanpur:અંબાજી મેળામાં પદયાત્રીનો જીવ બચાવનાર પાલનપુર માહિતી કચેરીના જીજ્ઞેશ નાયકનું કલેકટરશ્રીના હસ્તે સન્માન કરાયું        

30 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર  પાલનપુર બનાસકાંઠા

મેળાના કવરેજ દરમ્યાન જીજ્ઞેશ નાયકે પદયાત્રી શંકરભાઈ ને માહિતી ખાતાની ગાડીમાં હોસ્પિટલ પહોંચાડી તાત્કાલિક સારવાર પુરી પાડી હતી ………..(માહિતી બ્યુરો,પાલનપુર) …….આસ્થાના મહાકુંભ સમાન અંબાજી ભાદરવી પૂનમના મહામેળાના સમાપન પ્રસંગે યોજાયેલ સન્માન સમારંભમાં જિલ્લા માહિતી કચેરી પાલનપુરના માહિતી મદદનીશ શ્રી જીજ્ઞેશ નાયકનું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.અંબાજીના મેળા દરમિયાન પ્રચાર પ્રસાર અને મીડિયા મેનેજમેન્ટની વિશેષ જવાબદારી નિભાવીને માહિતી ખાતાની ટીમે માનવીય અભિગમ સાથે રાઉન્ડ ધ કલોક મેળાનું વિશેષ કવરેજ કર્યુ હતું.તા. 27 મી સપ્ટેમ્બરે માહિતીની ટીમ ત્રિશૂળીયા ઘાટ બાજુ પગપાળા સંઘોનું કવરેજ કરી રહી હતી ત્યારે પાંછા નજીક છાતીમાં દુખાવો, મુંઝવણ અને ગભરામણથી કણસી રહેલા શંકરભાઈ મોહનલાલ સલાટ (ઉ.વ. 22) ને મદદનીશ જીજ્ઞેશ નાયકે તરત ખબર પૂછીને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હોવાની હકીકત જાણી તેમને પોતાની ગાડીમાં તાત્કાલિક આદ્યશક્તિ જનરલ હૉસ્પિટલ અંબાજી ખાતે લઈ ગયા હતા.વહીવટીતંત્ર દ્વારા તેમની આ વિશેષ કામગીરીને ધ્યાને લેતા મેળા ના અંતિમ દિવસે આયોજિત સન્માન સમારંભ માં જીજ્ઞેશ નાયકનું સન્માન કરી તેમની કામગીરી અને સેવા ભાવનાને બિરદાવતા પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button