
સબ…
પ્રાંત અધિકારીની અધ્યક્ષ સ્થાને બનેલ કમિટીમાં જણાવેલ કે સ્બરીનું મુખ્ય માર્ગ પર વહન ન કરવું અને માર્ગ ની બાજુમાં પુરાણ ન કરવું એ સ્પષ્ટ જણાવ્યું હતું.
વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ – ચીખલી
ચીખલી ના મુખ્ય માર્ગ પર ધૂળ અને રજકણોની ઉડવાની સમસ્યા માથાનો દુઃખાવા સમાન જોવા મળે છે. જ્યારે હાલ ચીખલી તાલુકાના માણેકપોર ગામે ચીખલી સાપુતારા મુખ્ય માર્ગ ની બાજૂ માં જ રેતી ના પ્લાન્ટ માંથી નીકળતી વેસ્ટ સ્બરીનું પુરાણ ચાલી રહ્યું છે. ત્યારે આ મુખ્ય માર્ગ પર
માણેકપોર થી ચીખલી કૉલેજ સર્કલ સુધી માં ધૂળ અને રજકણો ના ગોટે ગોટા ઊડતાં જોવા મળે છે. જ્યારે આ સમસ્યાના નિરાકરણ માટે ચીખલી પ્રાંત અધિકારીની અધ્યક્ષ સ્થાને તા.૧/૦૪/૨૦૨૩નાં રોજ એક સમિતીની રચના કરવામાં આવી હતી. જ્યારે આ સમિતી દ્વારા રોડ એન્ડ સેફ્ટી અંતર્ગત અલગ અલગ નિયમોની રચના કરવામાં આવી હતી.જેમાં સ્પષ્ટ પણે એ દર્શાવ્યું હતું કે માર્ગ પર સ્બરીનું વહન કરવું નહી કે પછી માર્ગ ની બાજૂ માં એનું પુરાણ પણ ના કરવું. જેને લઇને મુખ્ય માર્ગ અને ઉડતી ધૂળ અને રજકણોમાં થોડો અંકૂશ આવશે પણ હાલ ક્વોરી અને રેતી ના પ્લાન્ટ ચલાવતા સંચાલકો આવા કોઈ પણ જાતનાં નિયમો લાગતાં ના હોય એમ પ્રતિત થઈ રહ્યું છે. જ્યારે સવાલ એ ઉદભવે છે કે ચીખલી પ્રાંત અધિકારીની અધ્યક્ષ સ્થાને જ્યારે આવા નિયમોની રચના કરવામાં આવી હોય. તેમ છતાં આમ અંધેર વહીવટ કોના ઈશારે કે પછી ચીખલી પ્રાંત સાહેબ ની કોઈ ભૂંડી ભૂમિકા હોય શકે? જ્યારે સ્પષ્ટ પણે જોઇ શકાય છે કે સ્બરીનું પુરાણ માર્ગ ની બાજૂ માં જ ચાલી રહ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં વહિવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાશે કે પછી પોતાનાં મળતીયાઓ ને બે હાથે આશીર્વાદ આપી હાથ પર હાથ ધરી બેસી રહેશે? ત્યારે જોવું એ રહ્યું કે આવનારાં દિવસોમાં આવા તત્ત્વો પર તંત્ર દ્વારા શું પગલાં લેવાશે એ જોવું રહ્યું.
બોક્સ:૧
એક કહેવત અનુસાર “નિયમો બને છે તોડવા માટે” આ વાક્ય ચીખલી ના રેતીના પ્લાન્ટ ચાલતા સંચાલકોએ સિદ્ધ કરી બતાવ્યું છે. જ્યારે પ્રાંત અધિકારીની અધ્યક્ષ સ્થાને બનેલ નીયમો તોડીને સંચાલકો પોતાનો નફો રળી રહ્યાં છે.






