
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લામાં કૉંગ્રેસને સક્રિય કરનાર પાયાનાં કાર્યકર અને આગેવાન એવા મુકેશભાઈ પટેલ હાલમાં ડાંગ જિલ્લાનાં કૉંગ્રેસ પાર્ટી સંગઠનમાં મહામંત્રી તરીકેની કામગીરી કરી રહ્યા હતા.મૂળ ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં સરવર ગામનાં વતની અને શિક્ષિત યુવાન એવા મુકેશભાઈ પટેલ આદિવાસી ઓનાં પ્રશ્નો બાબતે કાયમ ઝઝૂમતા જોવા મળે છે.ડાંગ જિલ્લામાં કૉંગ્રેસ સંગઠનમાં મોતીલાલભાઈ ચૌધરીની પ્રમુખ તરીકેની ટર્મ પૂર્ણ થઈ હતી.તેવામાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ઓલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી દ્વારા ગુજરાત રાજ્યનાં દસ જેટલા જિલ્લામાં દસ નવા સંગઠન પાર્ટી પ્રમુખોની નિમણૂક કરી છે.ડાંગ જિલ્લામાં શિક્ષિત આગેવાન અને કૉંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલ મુકેશભાઈ પટેલનાં નામ પર મ્હોર મારી ડાંગ જિલ્લા કૉંગ્રેસ સંગઠનનાં પ્રમુખ તરીકે નિમણૂક કરાતા ડાંગ જિલ્લાનાં કૉંગ્રેસનાં આગેવાનો અને કાર્યકર્તાઓએ શુભેચ્છાઓ પાઠવી હતી..





