જંબુસર પંથકમાં પિતૃ તર્પણ ની વિધિ કરાવતા શ્રદ્ધાળુઓ : ગૃહસ્થો કાગવાસ નાખતા નજરે પડી રહ્યા છે.


જંબુસર પંથકમાં હાલમાં શ્રાદ્ધ પર્વ ચાલી રહ્યું છે ત્યારે શ્રાદ્ધ પક્ષમાં કાગડાને વાસ નાખવામાં આવે છે. શ્રાધ પરિવારની ઉન્નતી માટે પિતૃઓને સંતૃપ્ત કરી આશીર્વાદ મેળવવાનો અવસર છે. શ્રાદ્ધમાં શ્રદ્ધા એક કરોડરજ્જુ સમાન છે. આ સૃષ્ટિ એટલે કે પુરા બ્રહ્માંડને બાર રાશિથી બાંધ્યું છે. તેમાં મેષ રાશિને સમગ્ર વિશ્વનું પ્રવેશ દ્વાર માનવામાં આવે છે અને તે જ પ્રમાણે મીન રાશિ મોક્ષનું દ્વાર માનવામાં આવે છે. આ મીન રાશિ ભ્રમ લોક કે દેવલોક સાથે જોડાયેલી છે જ્યારે કન્યા રાશિ પિતૃ લોક કે ચંદ્રલોક સાથે જોડાયેલી છે ખગોળશાસ્ત્રના આધારે 15 જુલાઈ પછી સૂર્યદેવતા ની દક્ષિણ યાત્રાની શરૂઆત થાય છે જેને આપણે દક્ષિણાયનનો સૂર્ય કહીએ છીએ. આ દક્ષિણાયનનો સૂર્ય ધીમે ધીમે કન્યા રાશિ અને તુલા રાશિ તરફ જાય છે અને ત્યાં પિતૃલોક ને જગાડે છે.
અને આ દક્ષિણાયનના સૂર્યની યાત્રા 15 સપ્ટેમ્બર પછી કન્યા રાશિમાં પ્રવેશે ત્યારે પાતાળ લોકમાં રહેલા પ્રત્યે યોની ને જાગ્રત કરે છે.
તાલુકાના કાવી પંથક , બારા વિભાગ , કાવલી પંથક , હવેલી ટપ્પા ના શ્રદ્ધાળુઓ કાવી કંબોઈ તેમજ સારોદના દરિયા કિનારે તેમજ ઘરે પણ નારાયણ બલી , કાગબલી, કાલસર્પ તથા પિતૃ તર્પણ ની વિધિ કરાવી રહ્યા છે. પિતૃ તર્પણ માટે ગૃહસ્થો દ્વારા દૂધપાક કે ખીર બનાવી ધાબા – છાપરા કે અગાસીમાં જઈ કાગવાસ નાખી રહ્યા છે પરંતુ કાગડાની સંખ્યા પણ ક્રમશ ઘટતી જવાને કારણે દેખાતા નથી. શ્રદ્ધાથી સ્મરણ સાથે અર્પણ , તપઁણ અને સમર્પણ થકી મૃતાત્માઓ જે યોની માં હોય તેઓને દુઃખ ન પડે તે માટેનું પિંડદાન કર્મ કરવામાં આવે છે. કાળે જેમનો નાશ કર્યો છે પણ કમોઁ અને વિચારોએ જેમને ચિરંજીવ બનાવ્યા છે એ ધર્મવીરો અને કર્મવીરોનું કૃતજ્ઞ ભાવે પૂજન કરીને કૃત કૃત્ય થવાના દિવસો અત્યારે ચાલી રહ્યા છે.
ભાદરવા માસનો કુષ્ણ પક્ષ કે જેને મહાલય કે શ્રાદ્ધ પક્ષ કહેવામાં આવે છે. જે પિતૃઓએ આપણને જન્મ આપ્યો છે જેમના લાલન પાલન અને ઉછેરથી આપણે નાના થી મોટા થયા આપણા શ્રેય માટે જેમણે પોતાના સ્વાર્થ નો ત્યાગ કર્યો તે પિતૃઓનું આપણા પર મોટું ઋણ છે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button