
સાળંગપુરમાં હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રોનો મામલો ઉગ્ર બનતા જ્યાં ઉંચી પ્રતિમા અને તેની નીચે આ ભીંતચિત્રો છે ત્યાં બેરીકેટ ગોઠવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
અહીંનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં એક પુરુષ હાથમાં ફરસી જેવું હથિયાર લઈને તેમજ કાળા રંગ જેવો કોઈ પદાર્થ લઈને વિવાદિત ભીંતચિત્રો સુધી પહોંચી ગયો અને તેના પર પ્રહાર કરી તોડવાનો પ્રયાસ કર્યો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ પોલીસે આ શખ્સની અટકાયત કરી છે, તેનું નામ હર્ષદ ગઢવી હોવાનું જાણવા મળ્યું છે.

https://www.facebook.com/vatsalyamsamacharguj/videos/828238385380093
[wptube id="1252022"]









