GUJARATHALOLPANCHMAHAL

જાંબુઘોડાના ભાણપુરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો 

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૧.૧૨.૨૦૨૩

પંચમહાલ જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં ભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે જાંબુઘોડા તાલુકાના ભણપુરા ગામે પહોંચી હતી જ્યાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને સૌ લોકેએ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.જાંબુઘોડા તાલુકાના ભાનપુરા ગામે પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું ધારાસભ્યના હસ્તે સ્વાગત કરવામાં આવ્યા બાદ યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ વિભાગો દ્વારા સરકારની 17 યોજનાઓ અંતર્ગત નાગરિકોને લાભાન્વિત કર્યા હતા.કાર્યક્રમમાં મેરી જુબાની મેરી કહાની, સોઈલ હેલ્થ કાર્ડનું મહત્વ, પ્રાકૃતિક કૃષિના ફાયદા અંગે પ્રગતિશીલ ખેડૂતોનું ઉદ્દબોધન રજુ કરાયું હતું.જિલ્લા ખેતીવાડી અધિકારી એમ.જી.પટેલ દ્વારા ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામા આવ્યું હતું. તા.12 ડિસેમ્બરથી ચાલુ થતી તાર ફેંસિંગ યોજનાનો આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી વધુમા વધુ સંખ્યામાં ખેડૂતો લાભ લે તે માટે અનુરોધ કરાયો હતો. કાર્યક્રમમા AGR-50 યોજનામાં ટ્રેક્ટર ઘટકની પૂર્વ મંજૂરીઓનુ વિતરણ મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં પંચમહાલ જિલ્લા ભાજપ મહામંત્રી મયંકકુમાર દેસાઈ, જાંબુઘોડા તાલુકા પંચાયતના પ્રમુખ લાલસિંગભાઈ બારીઆ, જાંબુઘોડા ભાજપ પ્રમુખ, સહિત મોટી સંખ્યામાં કાર્યકરો પદ અધિકારીઓ તથા તાલુકા પંચાયત કચેરીનો સ્ટાફ અને બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button