JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL
જૂનાગઢ એસ.ટી. બસ સ્ટેન્ડમા મતદાન જાગૃતી માટે તંત્ર દ્વારા આગવો પ્રયાસ

એસ.ટી. બસ સ્ટેન્ડમાં મુસાફરો તા.૭ મી મે એ અચુક મતદાન માટે પણ લીધા શપથ
જૂનાગઢ તા. ૩૦ જિલ્લા ચૂટણી તંત્ર દ્વાારા મતદાન જાગૃતી અર્થે એક આગવો પ્રયાસ કરવામાં આવ્યો છે. જૂનાગઢ એસ.ટી બસ સ્ટેન્ડ ખાતે ગુજરાતની આગવી ઓળખ એવા ગરબા કરી તા. ૭ મી મે એ અચુક મતદાન કરવા માટે સંદેશ આપ્યો હતો.
મહાનગર પાલિકા સંચાલિત આંગણવાડીની કિશોરીઓએ પરંપરાગત પરિધાનમાં ગરબા કર્યા હતા. આમ લોકશાહીના મહાપર્વમાં ગરબા થકી મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા હતા. આ ગરબા બાદ નિર્ભયતાપૂર્વક, ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના પ્રલોભનોથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લીધી. આ ક્રયક્રમને સફળ બનાવવા પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવેએ જહેમત ઉઠાવી હતી.

[wptube id="1252022"]









