MORBIMORBI CITY / TALUKO

અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા સ્થળાંતરિત લોકો માટે ભોજનની વ્યવસ્થા કરાઈ

અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા સ્થળાંતરિત લોકો માટે ભોજનની વ્યવસ્થા કરાઈ

મોરબી: હર હંમેશ મોરબીમાં સેવાકીય પ્રવૃતિઓ થકી જાણીતું બહેનો સંચાલિત અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા હાલમાં બિપરજોય વાવાઝોડાના પગલે સ્થળાંતરિત કરેલ લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

જેમાં આજે અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ દ્વારા મોરબીના પંચાસર રોડ પર આવેલ ક્રિષ્ના હોલ ખાતે અસરગ્રસ્ત લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં માટે બહેનોને જાણ કરવામાં આવી હતી. માત્ર એક મેસેજથી જ મોરબીની સેવાકાર્યમાં અનેક બહેનો જોડાઈ રસોઈથી લઈને લોકોને જમાડવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તકે અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ સહિત ગ્રુપના સભ્યો સેવાકાર્યમાં જોડાયા હતા.

[wptube id="1252022"]
Back to top button