
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ મેઘરજમાં મોતની સવારીનો વિડિયો વાયરલ,ચુંટણી ને લઈને સરહદી વિસ્તારમાં વાહનો ની સઘન ચેકીંગ સામે સવાલ
હાલ લોકસભાની ચૂંટણી નજીક છે અને પૂર જોશમાં વહીવટી તંત્ર સજ્જ બન્યું છે ખાસ કરીને પોલીસ તંત્ર એક્શનમાં છે અને વાહનો ની ચેકીંગ હાથ ધરવામાં આવી રહી છે પરંતુ એક વિડિઓ વાયરલ થતા હાલ પોલીસ તંત્ર સામે સવાલો ઉભા થયા છે જેમાં મેઘરજ શહેરમાં મોતની સવારી નો વિડિઓ વાયરલ થયો હતો જેમાં એક ટ્રાવેલ્સમાં ઉપરની ભાગે ખચોખછ મુસાફરો બેઠેલા નજરે ચડે છે આ જોતો એવું લાગી રહ્યું છે કે પોલિસ તંત્ર ને આ ટ્રાવેલ્સ કેમ નજર ના આવી કે પછી આખો આગળ કાન આડા
લોકસભા ની ચુંટણી ને લઈને કોઈ પ્રતિબંધિત વસ્તુ રાજ્ય માં ના ઘૂસે તે માટે મેઘરજ તાલુકા ની આંતરરાજ્ય સરહદો પર સઘન સુરક્ષા નો તંત્ર નો દાવો હાલ કેટલો સાર્થક છે તે જોવું જરૂરી છે કેમ કે આમ સામાન્ય જનતા ની બાઈક ને પણ ઉભા રાખી પોલિસ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. શું મેઘરજ શહેરમાં ટ્રાફિક પોલિસને કેમ નજરે ના આવ્યું..? અનેક સવાલો ઘણું બધું કહી જાય છે થોડા દિવસો અગાઉ જ જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેકટર દ્વારા આંતર રાજ્ય સરહદોની મુલાકાત લઈ સુરક્ષા અંગે સૂચનો પૂરા પાડ્યા હતા છતાં આવું કેમ..?જિલ્લા પોલીસ વડા અને કલેકટર ના સૂચનો ને પણ ઘોળી ને પી જવાયા હોય તેવો ઘાટ હાલ તો જોવા મળી રહયો છે મેઘરજ નગરમાં સવારથી સાંજ સુધી સરહદી વિસ્તાર માંથી પ્રવેશ કરતા વાહનોની અવર જવર રહેતી હોય છે વાહનો ની છત પર બેસાડી આ વાહનો પોલીસ નો સુરક્ષા ઘેરો હોવા છતાં સરહદી વિસ્તાર માંથી કેવી રીતે પ્રવેશી શકે તે પણ એક મોટો પ્રશ્ન છે ત્યારે આવા સાધનો સામે ક્યારે કાર્યવાહી…?