
જૂનાગઢ,તા.૧ જૂનાગઢ જિલ્લામાં આગામી તા.૭ મે ના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં મતદાન જાગૃતિ ઝુંબેશ વધુને વધુ વેગવાન બની છે.
જૂનાગઢ શહેરના નેહરુ પાર્ક સોસાયટી, સરદારબાગ જેવા જાહેર સ્થળોએ સોશ્યલ મીડિયા ઈન્ફલેયેન્સર,અન્ય લોકોએ તેમના પરિવાર સાથે લોકો વચ્ચે સેલ્ફી કેમ્પેન યોજી સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર ફોટો અપલોડ કર્યા હતા. અને મતદાન માટે નાગરિકોને અપીલ કરી હતી.

[wptube id="1252022"]









