JUNAGADHJUNAGADH CITY / TALUKO

જુનાગઢ મનપા ઈજનેરનો ઓર્ડર કે માછલા કોન્ટ્રાક્ટરની દાદાગીરી ? તળાવના કામમાં પાસ વિનાનો એન્ટ્રી

નરસિંહ મહેતા તળાવના કામને જોવા માટે પાસ હોય તો જ અંદર આવજો : કોન્ટ્રાકટર
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : નરસિંહ મહેતા તળાવના બ્યુટીફિકેશનનું કામ શરૂ કરવામાં આવ્યું છે તે પહેલા નરસિંહ મહેતા તળાવમાં રહેલા અશક્ય જીવોને બચાવવા માટે તેમને અન્ય જગ્યાએ ખસેડવા માટે લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ ભાવિન પટેલ એટલે કે વાઇલ્ડ લાઇફ નેચર ટ્રસ્ટને આપવામાં આવ્યો છે.
ત્યારે દિવસેને દિવસે તળાવમાં રહેલા જળચર જીવો લાખોની સંખ્યામાં મળે છે, તેને લઈ પત્રકારો મરેલા માછલાઓ અને નગરપાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરની મીલી ભગતની વાસ્તવિકતા લોકો સુધી પહોંચાડે છે. પરંતુ કોન્ટ્રાક્ટર જીવતા માછલા પકડવામાં નિષ્ફળ નીવડ્યા હોય તેમ પોતાની લાલિયા વાળી છુપાવવા માટે અધિકારીઓને આગળ કરી પોતાનું ડીંડક છુપાવી રહ્યા છે. તો બીજી તરફ પત્રકારોને પણ નરસિંહ મહેતા તળાવના બ્યુટીફિકેશનની સાઇટ પર જવું હોય તો મહાનગરપાલિકાના ઈજનેર અલ્પેશ ચાવડાએ પાસ હોય તો જ એન્ટ્રી આપવામાં આવશે તેવું કોન્ટ્રાક્ટર ભાવિન પટેલે જણાવ્યું છે.
તો જૂનાગઢની જનતા એવું પૂછી રહી છે કે એવું તે તળાવમાં કયું કામ કરવામાં શરૂ છે કે જ્યાં લોકો માટે પ્રવેશ બંધી રાખવામાં આવી છે.એક તરફ મરેલા માછલાઓથી આસપાસના રહેવાસીઓ તેમજ રોડ પરના રાહદારીઓ હેરાન પરેશાન છે, ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા તળાવના કાંઠે મરેલા માછલાઓના ઢગલા કરી દેવામાં આવે છે, અને મહાનગરપાલિકાના સત્તાધીશોને અધિકારીઓ મૌન ધારણ કરી બેઠા છે.

[wptube id="1252022"]
Back to top button