કેશોદના અજાબ ગામે દાતાશ્રી ના સહયોગ થી ગામના મુખ્ય પ્રવેશદ્વારનું કરવામાં આવ્યું ખાતમુહૂર્ત,અજાબ ગામના રહિશ અને નિવૃત્ત શિક્ષિકા શ્રીમતી ભાનુબેન દેસાઈ દ્વારા ગ્રામ પંચાયત સરપંચ મગનભાઈ અઘેરા અને ગામના વેપારી મિત્રોને સાથે રાખીને ગામના વિકાસ કામમાં મદદ રૂપ થવાની ઈચ્છા પ્રગટ કરતા સર્વ સંમતિથી ગામના મુખ્ય રસ્તા પર એક વિશાળ પ્રવેશ દ્વાર બનાવવાનું નક્કી કરવામાં આવતા નવરાત્રી ના છઠા નોરતે ગેટનું દાતાશ્રી ના હસ્તે ગામના સરપંચ મગનભાઈ અઘેરા, વેપારી અગ્રણી અમુભાઈ વડારિયા અને પંચાયત સદસ્ય અભયભાઈ વ્યાસ, અને ગામ લોકોની ઉપસ્થિત રહેલ આ ગેટ પર દાતા શ્રી ભાનુબેન દેસાઈ ના માતા-પિતા ની યાદી માટે નામાંકિત કરવામાં આવશે તેમજ અજાબ ગામ ગીરનું નાકુ હોય એટલે એક બાજુ ના ભાગ પર ગીર પ્રવેશ દ્વાર જેવા શબ્દો નો પણ લખાણ સ્વરૂપે જોવા મલે તો નવાઈ નહીં આ તકે દાતા શ્રી નું ગામ વતી અભિવાદન કરવામાં આવેલુ
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ





