GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ ખાતે પ્રાદેશિક કક્ષાનો “શિક્ષણની વાત વાલી સાથે સંવાદોત્સવ” તેમજ “માતા યશોદા એવોર્ડ” વિતરણ કાર્યક્ર્મ યોજાયો

તા.૫/૩/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

પ્રોજેક્ટ ‘‘પા-પા-પગલી’’ અંતર્ગત શૈક્ષણિક સામગ્રીનું પ્રદર્શન – વિજેતાઓનું સન્માન

Rajkot: પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રાજકોટ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ રાજકોટ ઝોનની કચેરી દ્વારા પ્રદેશ હેઠળના ૦૯ જિલ્લાઓ અને ૦૩ મહાનગર પાલિકાનો પ્રાદેશિક કક્ષાનો “શિક્ષણની વાત વાલી સાથે સંવાદોત્સવ” તેમજ “માતા યશોદા એવોર્ડ” વિતરણ કાર્યક્ર્મ યોજાયો હતો.

આ કાર્યક્ર્મમાં પુર્વ પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ ‘‘પા-પા-પગલી’’ અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આંગણવાડીના અભ્યાસક્ર્મ આધારિત શૈક્ષણિક સામગ્રી દરેક જિલ્લાના પી.એસ.સી,મુખ્ય સેવિકા અને આંગણવાડી કાર્યકર દ્વારા તૈયાર કરી, ઘરમાં પણ ઉપલબ્ધ હોય તેવી સામગ્રીથી શીખવા અને શીખવવાના સાધનો અને રમતોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તૈયાર કરવામાં આવેલ શૈક્ષણિક સાધનો તથા કૃતિઓને ઝોન કક્ષાએ પ્રથમ,દ્વિતીય,ત્રૃતીય ક્રમાંક આપી વિજેતાને ટ્રોફી અને સર્ટીફીકેટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

“શિક્ષણની વાત વાલી સાથે સંવાદોત્સવ”મા વાલી અને સમાજમાં બાળકના જીવનમાં પુર્વ પ્રાથમિક શિક્ષણનું મહત્વ અને જાગૃતિ કેળવવા માટે વાલીઓ સાથે શિક્ષણવિદ હિતેષભાઇ ઘાટલીયાએ વાર્તાલાપ કર્યો હતો. સાથે જ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ ગ્રામ્યના મુખ્ય સેવિકા,આંગણવાડી કાર્યકર અને તેડાગરને વર્ષ ૨૦૨૦-૨૧ના માતા યશોદા એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પ્રવિણાબેન રંગાણી, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેંન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી જયમીનભાઇ ઠાકર, રાજકોટ મહાનગરપાલિકાના શાસકપક્ષના નેતાશ્રી લીલુબેન જાદવ, દંડકશ્રી મનિષભાઇ રાડીયા અને જિલ્લા પંચાયત રાજકોટના મહિલા અને બાળ વિકાસ અને યુવા સમિતિના ચેરમેન શ્રીમતિ કંચનબેન બગડા અને રાજકોટ ઝોનના વિભાગીય નાયબ નિયામકશ્રી પુર્વીબેન પંચાલ, રાજકોટ ઝોનના તમામ પીઓશ્રી, સી.ડી.પી.ઓશ્રી, મુખ્ય સેવિકાઓ, અને જિલ્લા પ્રિ-સ્કુલ ઇન્સ્ટ્રક્ટર તથા આઇ.સી.ડી.એસ. વિભાગના તમામ કર્મચારીઓ, બહોળી સંખ્યામાં વાલીઓ અને નાના ભુલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button